મંત્રજાપ માટે દિશા વિચાર

મંત્રજાપ કરતી વખતે સાધકે પોતાનું મુખ પૂર્વ દિશા ભણી રાખવું જોઈએ. મન તથા ઈન્દ્રિયોને પ્રસન્ન અને સ્થિર રાખવાં માટે પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું શ્રેષ્ઠ છે. પૂર્વ દિશામાં ઈન્દ્રનું આધિપત્ય છે તેમજ પૂર્વ દિશા એ સૂર્યનારાયણની દિશા છે કે જેમને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે. સૂર્યથી તેજ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તે માટે સૂર્ય તરફ મોં કરીને બેસવું જરૂરી છે. એવું પણ કહેવાય છે કે સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, દેવતા તથા શ્રેષ્ઠ પુરુષોની હાજરીમાં તેમનાં તરફ પીઠ કરીને બેસવું ઉચિત નથી. વિશેષ પ્રયોગ વખતે દિશાઓમાં પરિવર્તન થાય છે. પરંતુ સામાન્ય રીતે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને મંત્રજાપ કરવાં શ્રેષ્ઠ ગણાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા