ગ્રહો અને સમયની ગતિ

નવગ્રહોમાં શનિ એ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. શનિ એ દુ:ખ અને પીડાનો કારક છે. જ્યારે દુ:ખ હોય ત્યારે સમયની ગતિ ધીમી પડી જાય છે. એક મીનિટ પણ એક યુગ જેવી લાગે છે. જ્યારે જ્યોતિષમાં સુખ એ મુખ્યરૂપે ચંદ્રથી જોવાય છે. નવગ્રહોમાં ચંદ્ર એ સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. કોઈ નવાઈની વાત છે કે જ્યારે સુખ હોય ત્યારે સમય ક્યાં જતો રહે છે તેની ખબર પડતી નથી!! એક કલાક જાણે કે એક પળમાં વીતી ગયો હોય એવો અહેસાસ થાય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા