કન્યા રાશિમાં સૂર્ય (16.09.2020થી 17.10.2020 સુધી)

આજે 16 સપ્ટેમ્બર, 2020ના રોજ 19.09 કલાકે સૂર્ય મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં સૂર્ય એક મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબર, 2020 સુધી ભ્રમણ કરશે. આ દરમિયાન હાલ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહેલાં બુધ સાથે યુતિમાં આવીને 22 સપ્ટેમ્બર સુધી બુધાદિત્ય યોગની રચના કરશે. કન્યા રાશિ બુદ્ધિના કારક એવાં બુધનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. કાળપુરુષની કુંડળીમાં રોગ, શત્રુ, નોકરી, સેવા વગેરે બાબતોનો નિર્દેશ કરતાં ષષ્ઠમસ્થાનમાં પડે છે. આ સમય હવે કામ કરવાનો અને કર્મયોગની આરાધના કરવાનો કહી શકાય. નોકરીમાં ધ્યાન એકાગ્ર કરી શકાય. નિ:સ્વાર્થભાવે જરૂરીયાત ધરાવતી વ્યક્તિઓની આર્થિક રીતે નહિ, પરંતુ પોતાના કર્મ વડે સેવા કરી શકાય. જીવનમાં અને કામમાં ઝીણી-ઝીણી બાબતો પર ધ્યાન આપી શકાય. દિનચર્યાને વધુ શિસ્તબદ્ધ બનાવી શકાય. કાળપુરુષના રોગસ્થાનમાંથી સૂર્યનું ભ્રમણ આરોગ્ય પ્રત્યે સભાન બનાવી શકે છે. યોગ-ધ્યાન-કસરત-સમતોલ આહારની આદતો કેળવી શકાય. શત્રુઓ કે હરીફોની ચાલનું નિરિક્ષણ કરીને ઝીણવટપૂર્વક સમજી શકાય. 

કન્યા રાશિ પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. જ્યોતિષમાં જળરાશિઓ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પૃથ્વીતત્વની રાશિ વ્યવહારુ અભિગમ દર્શાવે છે. આથી સૂર્યના કન્યા રાશિ ભ્રમણ દરમિયાન લાગણીમાં તણાયાં વગર જે લોકો તમારું સન્માન ન જાળવતાં હોય અથવા તમારી ભલમનસાઈ, કાળજી કે મદદનો ગેરલાભ ઉઠાવી રહ્યાં હોય તેમને દૂર કરવાનું વલણ રહે.     

આ વર્ષે સૂર્યના કન્યા રાશિ ભ્રમણ દરમિયાન 18 સપ્ટેમ્બર, 2020થી 16 ઓક્ટોબર, 2020 સુધી અધિક માસ રહેશે. અધિક માસનો સમય આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવાનો છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે અને કન્યા રાશિ એ એક બૌદ્ધિક અને વિચારશીલ રાશિ છે. આ સમય દરમિયાન તમારા આત્માનો હેતુ, આત્માની ઈચ્છાઓ વગેરે પર ચિંતન-મનન અને ધ્યાન ધરવા માટે શ્રેષ્ઠ રહી શકે છે.

ટિપ્પણીઓ

Kalpesh Soni એ કહ્યું…
નમસ્તે વિનતીબેન,

મને તમારો બ્લોગ ખુબ જ પસંદ છે અને મને જ્યોતિષ માં રસ હોવા થી તમારા બ્લોગથી મને ઘણું શીખવા મળ્યું છે. છેલ્લે ૨૦૧૭ માં તમારા બ્લોગ ની મુલાકાત લીધી હતી પણ તમે ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી ઓછા સક્રિય હોવા ને કારણે મેં બ્લોગની મુલાકાત લેવા નું બંધ કર્યું હતું પણ આજે અચાનક મેં આજે તમારા બ્લોગ ની મુલાકાત લીધી અને તમે સક્રિય છો તે જાણી ને મને ખુબ આનંદ થયો. તમારી પોસ્ટ ખુબ જ સરળ અને સ્પષ્ટ સમજાઈ તેવી હોય છે . 23 સપ્ટેમ્બર થી રાહુ ના રાશી પરિવર્તન ની પોસ્ટ મુકશો...આભાર
Vinati Davda એ કહ્યું…
@Kalpesh Soni, નમસ્તે કલ્પેશભાઈ, જૂના વાચક બ્લોગ પર પરત ફરે એ મારા માટે અત્યંત ખુશીની વાત છે. આપનો મારો બ્લોગ પસંદ તે જાણીને ઘણો આનંદ થયો. આપના પ્રતિભાવ બદલ ખૂબ-ખૂબ આભાર. નિયમિત બ્લોગની મુલાકાત લેતાં રહેશો. રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો વિડીયો પોસ્ટ કરેલ છે તે જોઈ જશો. આપ મારી સાથે હવે મારા ફેસબુક પેજ પર અને યુટ્યુબ ચેનલમાં પણ જોડાઈ શકશો. લીંક્સ આ બ્લોગ પર આપેલ છે. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા