જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૭ (નવેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી)

પ્રિય મિત્રો,

જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૭ (નવેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી) અંકમાં આપ મારો કેતુ અને કાર્મિક સંબંધોવિષય પરનો લેખ વાંચી શકશો. રાહુ-કેતુ કાર્મિક ગ્રહો છે અને જ્યારે કોઈ એક વ્યક્તિનો કેતુ બીજી વ્યક્તિના કોઈ ગ્રહ પર પડતો હોય ત્યારે તે બંને વ્યક્તિઓ પરસ્પર ચુંબકીય ખેંચાણ અનુભવે છે. તેમનો સંબંધ સામાન્ય ન હોતાં ગત જન્મનાં તેમણે સાથે જીવેલ જીવનના પરિણામ સ્વરૂપે હોય છે. આ કાર્મિક જોડાણ માતા, પિતા, પતિ, પત્ની, પ્રેમી, સંતાન, મિત્ર કે શત્રુ વગેરે કોઈ પણ વ્યક્તિ સાથે હોઈ શકે છે.

પ્રસ્તુત લેખમાં એકની કુંડળીમાં રહેલાં કેતુનું અન્ય વ્યક્તિની કુંડળીમાં રહેલાં કોઈ ગ્રહ સાથેનું જોડાણ કઈ રીતે કાર્મિક સંબંધની રચના કરે છે તે વિશે વર્ણન કરેલ છે. આ સાથે જ દરેક ચોક્ક્સ ગ્રહના કેતુ સાથેના સંબંધથી રચાતા કાર્મિક સંબંધના ફળ વિશે ઉદાહરણ કુંડળી આપીને ચર્ચા કરેલ છે. ગત જન્મના સંબંધના આધારે રચાતાં આ જન્મના સંબંધોનો આ વિષય જ્યોતિષના જીજ્ઞાસુઓ માટે રસપ્રદ બની રહેશે તેવી આશા છે.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા