સિંહ રાશિમાં શુક્ર (28.09.2020થી 23.10.2020)

વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજે આજે 28 સપ્ટેમ્બર, 2020ના રોજ રાત્રિના 01.04 કલાકે સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં ગુરુની દ્રષ્ટિમાં રહેલો શુક્ર 23 ઓક્ટોબર, 2020 સુધી ગોચર ભ્રમણ કરશે. શુક્રના આ ગોચર ભ્રમણનું બારેય રાશિ/લગ્નને નીચે મુજબ ફળ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. 

મેષ: પ્રણય, સગાઈ, લગ્ન થવા માટે શુભ સમય, ધનલાભ થવાની શક્યતા. 

વૃષભ: ઘરની સુંદરતા અને સુખ-સગવડના સાધનોમાં વૃદ્ધિ, માતાનું સુખ મળે. 

મિથુન: પર્યટન, યાત્રા- પ્રવાસ માટે સુખદ સમય, અભિવ્યક્તિની સુંદરતા, કળામાં વધારો. 

કર્ક: ધનલાભ, સ્થાવર સંપતિને લીધે આર્થિક લાભ, કુટુંબીજનો સાથે સુખદ સમય.  

સિંહ: સુંદર વસ્ત્રો, આભૂષણો ખરીદવાં-ધારણ કરવા શક્ય, દેહની સુંદરતામાં વધારો, લગ્નજીવન માટે સુખદ. 

કન્યા: ભોગ-વિલાસના સાધનો પાછળ ધન ખર્ચ, શરીર સૌષ્ઠવમાં વૃદ્ધિ, દેહ પુષ્ટ બને, વિદેશયાત્રા સંભવ. 

તુલા: આર્થિક લાભ થવાની સંભાવના, નવા મિત્રો બને, મિત્રો અને સંબંધીઓ સાથે સુખદ સમય.   

વૃશ્ચિક: નોકરી-વ્યવસાયમાં વિઘ્ન, વ્યવસાય બાબતે વિદેશ સાથે જોડાણ-કરાર, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ. 

ધનુ: લાભપ્રદ યાત્રા થવાની સંભાવના, પત્નીને લીધે ભાગ્યની વૃદ્ધિ, જ્ઞાન અને ધર્મલાભ. 

મકર: ગુપ્ત પ્રણયસંબંધ પાંગરવાની શક્યતા, શ્વસુરપક્ષથી લાભ, ગૂઢ વિદ્યાનો અભ્યાસ શક્ય બને. 

કુંભ: વિજાતીય આકર્ષણ, વિવાહ અને ભાગીદારી માટે શુભ સમય, કોર્ટ બહાર સમજૂતી કરવા માટે યોગ્ય સમય. 

મીન: ભાઈ-બહેનોના આરોગ્યની કાળજી લેવી, યાત્રામાં કષ્ટ કે વિઘ્નનો અનુભવ, હિતશત્રુઓથી સાવધ રહેવું. 

નોંધ: ઉપર જણાવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો–દશા વગેરે પર આધારીત છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા