કેતુ અને શ્રી ગણેશજી

VedSutra, CC BY-SA 4.0 , via Wikimedia Commons

શ્રી ગણેશજી ને જ્યોતિષમાં કેતુ ગ્રહના દેવતા માનવામાં આવે છે. કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મસ્તકવિહીન છે. કેતુ ફક્ત ધડ ધરાવે છે, મસ્તક નહિ. ગણેશજી પણ મસ્તકવિહીન છે. હાથીનું મસ્તક એ તેમનું પોતાનું મસ્તક નથી. હાથીનું મસ્તક એ તો શાણપણનું પ્રતીક છે. સર્વે પ્રાણીઓમાં હાથી એ સૌથી વધુ શાણપણ અને સમજદારી ધરાવતું પ્રાણી છે. મસ્તક નથી એટલે વિચાર નથી. મસ્તક નથી એટલે અહમ નથી. અહમ અને વિચારો મસ્તકમાં ઉદ્ભવે છે. આથી જ જ્યારે આપણે શ્રી ગણેશજીના મંદિરમાં જઈએ છીએ ત્યારે પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. વિચારશૂન્ય હોઈએ ત્યારે જ ધ્યાન લાગી શકે. અહમનો નાશ થાય ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે.

કેતુ એ આપણાં જીવનમાં વિઘ્નો પેદા કરનાર ગ્રહ છે. જ્યારે ગણેશજી એ વિઘ્નહર્તા છે. કેતુએ પેદા કરેલાં વિઘ્નોને હરી લે છે! કેતુ આપણાં જીવનમાં એવાં કોઈ વિઘ્નો પેદા કરતો નથી કે જેની ગણેશજી દ્વારા આધ્યાત્મિક મંજૂરી મળી ન હોય અને ગણેશજી ત્યાં સુધી એવાં કોઈ વિઘ્નો દૂર કરતાં નથી કે જ્યાં સુધી કેતુ મહારાજ મંજૂરી ન આપે! કેતુ અને શ્રી ગણેશજી બંને કદમ સાથે કદમ મિલાવીને કામ કરે છે. કેતુ અને શ્રી ગણેશજી વચ્ચેનો આ સંબંધ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે! આપ સર્વે મિત્રોને શ્રી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર