રક્ષાબંધન 2022 શુભ મુહૂર્ત
![]() |
Pixabay |
રક્ષાબંધન દરમિયાન ભદ્રાનો
સમય
રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા
આપવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ ભદ્રા રહિત મુહૂર્તમાં જ રક્ષાબંધન મનાવવામાં આવે
છે. આ દિવસે ભદ્રાનો સમય નીચે મુજબ છે.
ભદ્રાનો સમય: સવારે ૧૦.૩૮ થી રાત્રિ ૦૮.૫૧
સુધી – અશુભ કાળ
ભદ્રા મૂળભૂત રીતે શુભ મુહૂર્તમાં અતિ દૂષિત
કાળ તરીકે ગણવામાં આવી છે. ભદ્રાના પરિહારના અમુક નિયમો શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં
છે. આ પરિહારના નિયમો અત્યંત આવશ્યકતા હોય કે અનિવાર્ય પરિસ્થિતિ હોય ત્યારે જ ઉપયોગમાં
લેવાં જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમગ્ર ભદ્રાકાળનો
સમય ત્યાગવો યોગ્ય ગણાય છે. આ વર્ષે પણ શક્ય હોય તો રક્ષાબંધન રાત્રિના ૦૮.૫૧ કલાકે
ભદ્રા સમાપ્ત થાય ત્યાર બાદ મનાવવું શુભ રહેશે. અનિવાર્ય સ્થિતિમાં નીચે આપેલ પરિહારના
નિયમો અનુસરી શકાય છે.
ભદ્રાનો નિવાસ
અલગ-અલગ રાશિઓમાં ચંદ્ર ગોચર ભ્રમણ કરતો
હોય ત્યારે ભદ્રાનો નિવાસ અનુક્રમે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ પર રહેતો હોય
છે. ચંદ્ર જ્યારે કન્યા, તુલા, ધનુ અને
મકર રાશિમાં હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં નિવાસ કરે છે. સ્વર્ગમાં નિવાસ કરનારી ભદ્રા ઉર્ધ્વમુખી,
પાતાળમાં નિવાસ કરનારી અધોમુખી અને પૃથ્વી પર નિવાસ કરનારી ભદ્રા સમ્મુખ
ગણાય છે. સ્વર્ગમાં અને પાતાળમાં નિવાસ કરનારી ભદ્રા સમસ્ત કાર્યોમાં શુભદાયી અને પૃથ્વી
પર નિવાસ કરનારી ભદ્રા સમસ્ત કાર્યોનો નાશ કરનાર અને કષ્ટપ્રદ હોય છે.
આ વર્ષે ઓગસ્ટ ૧૧, ૨૦૨૨ના
રોજ ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. એટલે કે ભદ્રા પાતાળ
લોકમાં નિવાસ કરી રહી હશે. જેથી તેને શુભદાયી ગણી શકાશે. પરિહારના આ નિયમને અનુસરવામાં આવે તો સવારે ૧૦.૩૮ કલાકથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન રક્ષાબંધન મનાવી શકાશે.
ભદ્રાનું મુખ અને ભદ્રાની
પૂંછ
ભદ્રા પૂંછ: સાંજે ૦૫.૧૭ કલાક થી સાંજે
૦૬.૧૮ કલાક સુધી - શુભ સમય
ભદ્રા મુખ: સાંજે ૦૬.૧૮ કલાક થી રાત્રિ
૦૮.૫૦ કલાક સુધી - અશુભ સમય
પરિહારના આ નિયમ અનુસાર ભદ્રાનો મુખ કાળ વિશેષ રૂપથી ત્યાજ્ય સમય
ગણાય છે. જ્યારે ભદ્રાની પૂંછમાં કાર્ય કરવાથી કોઈ દોષ લાગતો નથી.
પ્રદોષકાળ શુભ મુહૂર્ત
રક્ષાબંધનનુ શુભ પ્રદોષ મુહૂર્ત: રાત્રિ ૦૮.૫૧ થી ૦૯.૨૩ કલાક સુધી
ટિપ્પણીઓ