સૂર્યના મિથુન રાશિ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ (2026)
15 જૂન, 2026ના રોજ સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળીને 16 જુલાઈ, 2026 સુધી મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. આ સાથે જ વૃષભ રાશિમાં શનિ મહારાજની દ્રષ્ટિના દબાણ અને વિલંબથી હવે સૂર્ય મુક્ત થશે. હાલમાં કુંભમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ સૂર્ય પર પડશે. 22 જૂન સુધી સૂર્ય મિથુન રાશિમાં બુધ સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. સૂર્યનું આ ભ્રમણ ગતિશીલ તેમજ માનસિક અને વૈચારિક ઉર્જામાં વૃદ્ધિ કરનારું બની રહે. બુદ્ધિ અને વિચારો પ્રભાવશાળી બને.
આ સમય દરમિયાન મીડિયા, લેખન
અને કમ્યુનિકેશન સંબંધી બાબતો સક્રિય બની શકે છે. સૂર્યના મિથુન ભ્રમણ દરમિયાન
મીડિયામાં થઈ રહેલી અતિશયોક્તિ કે ખોટી અફવાઓ અને સમાચારોથી સાવધ રહેવું.
વિચારોમાં વહેમ કે ભ્રમને ન આવવા દેવા અને સત્ય હકીકતની ખરાઈ કરવી. વાણી અને
વિચારોની ઉર્જાને નકારાત્મક બાબતોમાં વેડફવા કરતાં યોગ્ય આયોજન કરવામાં અને
બૌદ્ધિક કાર્યો કરવામાં ઉપયોગ કરવો.
નીચે બાર
જન્મરાશિઓ/જન્મલગ્નોને સૂર્યનું મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે
વર્ણવેલ છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત
કુંડળીના ગ્રહો,
દશા-મહાદશા, અન્યો ગ્રહોનું ગોચર, અષ્ટકવર્ગના બિંદુનો વગેરે અનેક પરિબળો પર રહેલો છે.
મેષ: સૂર્ય
તૃતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. વ્યવસાય અને કાર્ય સંબંધી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ
થાય. નવા પ્રોજેક્ટ શરૂ કરવાની અને સાહસ કરવાની ઈચ્છા પ્રબળ બની શકે. લેખન, ડિજિટલ ક્રિએશન, મીડિયા અને વેંચાણ
જેવા ક્ષેત્રમાં લાભ થઈ શકે છે. પ્રવાસ, ભાઈ-બહેનો, મિત્રો કે પાડોશીઓ સંબંધિત બાબતોમાં સક્રિયતા વધે. કોઈના પ્રલોભનમાં આવીને અવિચારી નાણાકીય રોકાણ કરવાથી દૂર રહેવું. અતિ
ઉત્સાહ બાબતે સાવધાની રાખવી.
વૃષભ: સૂર્ય
દ્વિતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય આર્થિક આયોજન માટે સારો રહેશે. ધનલાભ
થવાના નવા સ્ત્રોતની તક મળી શકે છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા રાખવી. કુટુંબના
સભ્યો સાથે સમય વિતાવી શકાય. કુટુંબના સભ્યો સાથે વ્યવહારમાં નમ્રતા રાખવી. વાણી પ્રભાવશાળી
બને પરંતુ સાથે-સાથે વાણીમાં કઠોરતા કે અહંકાર ન ભળે તેનું ધ્યાન રાખવું. આંખની
તંદુરસ્તીની કાળજી રાખવી. આહાર પર નિયંત્રણ રાખવું.
મિથુન: સૂર્ય
પ્રથમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. વ્યક્તિત્વની તેજસ્વિતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વશક્તિમાં વૃદ્ધિ થાય. પોતાની
ઓળખ સ્થાપિત કરવાની તેમજ કાર્યક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે.
જીવનમાં ઉત્સાહનો સંચાર થાય. અસાધારણ વિચારોની સ્ફૂરણા થઈ શકે છે. આ ભ્રમણ દરમિયાન
ઉગ્રતા,
ક્રોધ અને અહંકારમાં વૃદ્ધિ ન થાય તેની કાળજી રાખવી. મસ્તક પીડા કે
તાવ જેવાં રોગથી સાવધ રહેવું.
કર્ક: સૂર્ય
બારમાભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. વિદેશ સંબંધિત બાબતોમાં સક્રિયતા વધે. આત્મચિંતન
તેમજ આધ્યાત્મિક બાબતો માટે સૂર્યનું આ ભ્રમણ શુભ રહી શકે છે. સરકારી કામકાજોમાં
વિલંબ કે અવરોધનો સામનો કરવો પડી શકે છે. કુટુંબથી દૂર જવાના સંજોગો ઉદ્ભવી શકે
છે. કુટુંબના સભ્યોના આરોગ્યની કાળજી લેવી. નાણાકીય ખર્ચમાં વૃદ્ધિ ન થાય તેની
કાળજી રાખવી. શત્રુઓ અને હરીફોથી સાવધ રહેવું. નિદ્રામા ખલેલ પહોંચી શકે છે.
સિંહ: સૂર્ય
અગિયારમાભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ધનલાભ અને આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.
કાર્યક્ષેત્રે પ્રમોશન અથવા વેપારમાં નવા ગ્રાહક મળી શકે છે. સપનાઓ અને ઈચ્છાઓની
પૂર્તિ થવાનો સમય રહે. સામાજીક સંપર્ક વધી શકે છે. મોટા લોકો અથવા સંસ્થાઓ સાથે
જોડાણ થઈ શકે. પિતા અથવા વડીલોનો સહયોગ મળી રહે. વ્યવસાયિક ભાગીદારો તેમજ જીવનસાથી
સાથે અહમનો ટકરાવ ન થાય તેની કાળજી રાખવી. સંબંધમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન
રાખવું.
કન્યા: સૂર્ય
દસમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કાર્યક્ષેત્રે રહેલાં અવરોધો દૂર થઈ શકે છે.
પ્રતિષ્ઠા તેમજ જવાબદારીમાં વધારો થઈ શકે છે. પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળી શકે.
વ્યવસાયિક વિસ્તાર થઈ શકે. સરકારી અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રહે.
બૌદ્ધિક ક્ષમતા વડે હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. કાર્યક્ષેત્રે રમાતા
રાજકારણથી દૂર રહીને ફક્ત પોતાના કામ પર ધ્યાન આપવું. કાર્યમાં પ્રગતિ થાય, પરંતુ
અહંકાર ટાળવો.
તુલા: સૂર્ય
નવમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ભાગ્યનો સહયોગ મળી રહે. ધાર્મિક અને આધ્યાત્મિક
બાબતોમાં સક્રિયતા વધે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નવી
તકની પ્રાપ્તિ થઈ શકે. જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે. વિદેશ અભ્યાસની તક પ્રાપ્ત થઈ શકે
છે. શિક્ષણ કે પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આ સમય શુભ રહી શકે છે.
સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. પિતા અને ગુરુનુ સન્માન જાળવવું.
વૃશ્ચિક: સૂર્ય
અષ્ટમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. જીવન કે વ્યક્તિત્વમાં પરિવર્તન આવી શકે છે.
સંશોધનાત્મક પ્રવૃતિમાં સફળતા મળી શકે. વારસાગત ધનલાભ થવાની શક્યતા રહે. જ્યોતિષ, અધ્યાત્મ
તેમજ ગૂઢ કે રહસ્યમય વિદ્યાઓ પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે. મનમાં નકારાત્મક
વિચારો ન આવે તેની કાળજી રાખવી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી. આંખ
અને હાડકાંને લગતી બિમારીથી સાવધ રહેવું.
ધનુ: સૂર્ય
સપ્તમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. વ્યવસાયિક અને વૈવાહિક ભાગીદારી સંબંધમાં અહંકાર
કરતાં સમજણ જરૂરી રહેશે. સંબંધોમાં પ્રભુત્વ જમાવવાની કોશિશ તણાવ પેદા કરી શકે છે.
પોતાના તેમજ જીવનસાથીના સ્વભાવમાં ઉગ્રતા વધવાથી લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે. વ્યાવસાયિક
છબી સુદ્રઢ બને. જાહેર પ્રસિદ્ધિમાં વધારો થાય. અપરિણીત જાતકોને પ્રતિષ્ઠિત પરિવારમાંથી
આવતાં કે સરકારી નોકરી ધરાવતાં પાત્ર સાથે લગ્નની વાતચીત ચાલવાની સંભાવના બને.
મકર: સૂર્ય
ષષ્ઠમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ સમય પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્તિ કરવાનો રહે. આરોગ્ય
સંબંધી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. આંખની સંભાળ રાખવી. અટકેલાં સરકારી કામકાજોમાં
કે કોર્ટ-કચેરીના કેસોમાં ગતિ આવશે. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકાય.
વિદેશયાત્રા થઈ શકે છે. અચાનક કોઈ દબાણ કે આવેશમાં આવીને લોન કે નવુ ઋણ લેવાથી દૂર
રહેવું. અયોગ્ય ભોજન લેવાની આદતો પર ધ્યાન આપવું.
કુંભ: સૂર્ય
પંચમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. સંતાન, પ્રેમ, અભ્યાસ
અને બૌદ્ધિક કાર્યો અંગે અનુકૂળ સમય રહી શકે. નવા વિચારો સ્ફૂરી શકે છે. નવા
સર્જનાત્મક કાર્યો હાથ ધરી શકાય છે. સંતાન તેજસ્વી બને. ઉત્સાહ અને ઉર્જામાં
વૃદ્ધિ થઈ શકે છે. અતિ ઉત્સાહમાં આવીને કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી રાખવી. કોઈ
નવા વિચારને અમલમાં મૂકતાં ખરી હકીકત તપાસી જવી. નાણાકીય રોકાણો કરતી વખતે વિવેક
જરૂરી બને.
મીન: સૂર્ય ચતુર્થભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. જમીન-મકાન અથવા વાહનને લગતાં કામોમાં નવી દિશા મળશે. સમાજમાં પરિવારનું માન-સન્માન વધી શકે છે. ઘર-પરિવારને લગતાં નિર્ણયો સમજદારીથી લેવા. આધ્યાત્મિક અને માનસિક શાંતિ માટે પ્રયત્ન કરી શકાય. ઘરમાં પૂજા-પાઠ કે અન્ય ધાર્મિક કાર્યો થઈ શકે. કામકાજની વ્યસ્તતાને ઘર-પરિવારની શાંતિ પર હાવી થવા ન દેવી. માતા સાથેના સંબંધમાં કાળજી લેવ
ટિપ્પણીઓ