મેષ

મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે. તેનો સ્વામી મંગળ છે. ચર પ્રકૃતિ અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે. મેષ રાશિનું ચિહ્ન ઘેટું છે. તેનું બીજું નામ અજ છે. અજ એટલે કે બકરો. આમ મેષ રાશિ ઘેટાં-બકરાંના સ્વભાવનાં ગુણધર્મો ધરાવતી રાશિ છે.

ઘેટાંઓ એક પાછળ એક ચાલે છે. આપણે તેને ઘેટાં ચાલ કહીએ છીએ. આ રીતે મેષ રાશિનાં જાતકોમાં સ્વતંત્ર વિચારશક્તિ અને તર્કબુધ્ધિનો અભાવ જોવા મળે છે. તેઓ બીજાનાં માર્ગદર્શન અને સૂચનો હેઠળ કાર્ય કરવાનું પસંદ કરે છે. ચાલમાં ઉતાવળાપણું હોય છે અને સાચાં-ખોટાંની કે લાભ-હાનિની સમજ હોતી નથી. ઘેટાંઓ ક્યારેય એકબીજાં સાથે લડતાં નથી. ચાલે ત્યાં સુધી એક પાછળ એક ચાલે છે પરંતુ વિખવાદ કે શત્રુતા ઉત્પન થતાં પોતાનાં જીવની પરવા કર્યા વગર લડાઈ કરે છે. બકરાં શીંગડા, દાંત અને પંજાથી લડાઈ કરે છે. શીંગડા મસ્તક પર હોવાથી લડાઈમાં મસ્તકનો ઉપયોગ કરે છે. મસ્તકથી લડાઈ કરનારાંઓ પોતાને થનારી ઈજા કે આત્મરક્ષાની ચિંતા કરતાં નથી. મેષ રાશિનાં જાતકો કરો યા મરોની નીતિ અપનાવે છે. લડાઈનાં પરિણામોનો વિચાર કરતાં નથી. તેમનાં મસ્તક કે કપાળ પર ઈજાઓનાં નિશાન જોવાં મળે છે.દાંત લાંબા અને પાતળાં હોય છે. બકરો ઘાસ ચરવા માટે નવા નવા માર્ગે ચઢે છે તે જ રીતે મેષ રાશિનાં જાતકો પણ નવો ચીલો ચાતરનારાં હોય છે. તેઓ પૈસા કમાવા માટેનાં નવાં નવાં રસ્તાઓ શોધી કાઢે છે. બકરો ઘાસ ચરવાં માટે જોખમો ખેડીને પણ ખાડાંઓમાં અને ખીણોમાં ઉતરે છે. મેષ રાશિનાં જાતકો પણ પોતાનાં કાર્યની સફળતા માટે જોખમો ખેડે છે. તેઓ સાહસિક અને આક્રમક સ્વભાવ ધરાવે છે. ધીરજનો અભાવ હોય છે અને હંમેશા કાર્યરત રહેવાનું પસંદ કરે છે. બકરાને ઘાસ ધરાવતી નાની અને સરખી રીતે ઉભા પણ ન રહી શકાય તેવી જગ્યા મળશે તો પણ તે ઉભો રહી ઘાસ ચરે છે. તે જ રીતે મેષ રાશિનાં જાતકો પોતાની કાર્યસિધ્ધિ માટે કોઈ પણ જગ્યા કે પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. તેઓ ઉર્જાથી ભરપૂર હોય છે. ક્રોધી અને રૂક્ષ પ્રકૃતિ ધરાવે છે. મેષ રાશિનાં જાતકો મહાત્વાકાંક્ષી, સ્વમાની, મહેનતુ અને ઉદાર સ્વભાવ ધરાવે છે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
ખુબજ સરસ. આમાં લખેલું ઘણુંબધું મારા સ્વભાવ અને નેચર સાથે મેચ આવે છે.. .Ajay
Vinati Davda એ કહ્યું…
@Ajaybhai, આભાર!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા