પોસ્ટ્સ

વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના

છબી
ભોજનકક્ષ એ ઘરની એ જગ્યા છે જ્યાં પરિવારના સભ્યો સાથે મળીને ભોજન કરે છે અને હળવાશની પળોને માણે છે. આ જ જગ્યા છે જ્યાં મહેમાનોની આવભગત કરી તેમને ભોજન પીરસવામાં આવે છે. ભોજન કરતી વખતે ભોજનકક્ષના વાતાવરણની અસર મન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષનું વાતાવરણ કઈ રીતે હળવાશભર્યુ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવી શકાય તે જોઈએ. * ભોજનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વોત્તમ છે. આ સિવાય પૂર્વ દિશામાં ભોજનકક્ષ બનાવી શકાય. ભોજનકક્ષ અને રસોઇઘર ઘરનાં એક જ માળ પર અને એકબીજાથી નજીક હોવા જોઇએ. * ભોજનકક્ષનું દ્વાર અનુકૂળતા મુજબ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશાએ રાખી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય પ્રવેશદ્વાર અને ભોજનકક્ષનું દ્વાર એકબીજાની સામે આવતાં ન હોય. * ડાઈનિંગ ટેબલ ભોજનકક્ષની મધ્યમાં ગોઠવવું જોઈએ. દિવાલોને સ્પર્શીને રહે તે રીતે ન રાખવું જોઈએ. * બીમની નીચે બેઠકવ્યવસ્થા ન આવે તેનું ધ્યાન રાખવું. * દિવાલ સાથે જોડાયેલું ફોલ્ડીંગ ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ. * ચોરસ અથવા લંબચોરસ આકારનું ડાઈનિંગ ટેબલ શ્રેષ્ઠ ગણાય છે. ગોળ, અંડાકાર કે અન્ય આકારના ડાઈનિંગ ટેબલનો ઉપયોગ યોગ્ય ગણાતો નથી. * ભોજ...

વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના

છબી
ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ. * ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય. * વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય. * જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય. * સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ. * પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય. * પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય. * પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે. * જો ઘરમાં અલગ પૂજ...

વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના

છબી
આપણે આપણા જીવનનો સરેરાશ ત્રીજા ભાગ જેટલો સમય સૂવામાં વિતાવીએ છીએ. આથી આપણા સૂવાનું સ્થળ એટલે કે ઘરનો શયનખંડ આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહે છે. સમગ્ર દિવસની વ્યસ્તતા અને દોડધામને અંતે શાંત નિદ્રા થકી ફરી તાજગી અને સ્ફૂર્તિ મેળવવા માટે સકારાત્મક ઉર્જા ધરાવતો શયનખંડ હોવો અત્યંત જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રનાં આધારે શયનખંડમાં કઈ રીતે સકારાત્મક ઉર્જાની અનુભૂતિ કરી શકાય તે જોઈએ. * મુખ્ય શયનખંડ માટે નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ) આદર્શ છે. અન્ય શયનખંડો મુખ્ય શયનખંડની પૂર્વ અથવા ઉત્તર દિશાએ બનાવી શકાય. મુખ્ય શયનખંડનો ઉપયોગ ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે પિતા અથવા સૌથી મોટા પુત્રએ કરવો જોઈએ. જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો મુખ્ય વ્યક્તિએ ઉપલા માળે રહેલાં શયનખંડનો ઉપયોગ કરવો જોઈએ. ઘરના મોટા પુત્ર માટે દક્ષિણ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. નવદંપતી અથવા નાના પુત્ર માટે પશ્ચિમ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) માત્ર અતિથિ માટે શયનખંડ બનાવવો જોઈએ. આ સિવાય વાયવ્ય કોણનો શયનખંડ વિવાહયોગ્ય પુત્રી માટે શુભ છે. બાળકો માટે પશ્ચિમ દિશાનો શયનખંડ ઉચિત રહે છે. આ સિવાય જો ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર...

વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

છબી
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ. * રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય. * રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ. * મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે. * પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય. * ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. * ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી. * ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋ...

વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના

છબી
દીવાનખંડ એ ઘરનો આયનો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ બાકીનું ઘર કેવું હશે તેનું ચિત્ર રજૂ કરી દે છે. આમ દીવાનખંડ એ ઘરની પ્રથમ છાપ ઉપસાવનારો ખંડ છે. આ જ ખંડ છે જ્યાં પરિવારના બધા સભ્યો ભેગા મળીને પોતાનો સમય વ્યતીત કરે છે. આ જ ખંડમાં મહેમાનોનું સ્વાગત કરાય છે. આથી જ દીવાનખંડ એ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ખંડ બની રહે છે. જો આ ખંડમાં હકારાત્મક ઉર્જા પ્રવર્તતી હશે તો ઘરના સભ્યો આનંદ અને સુખ-સમૃદ્ધિનો અનુભવ કરશે. બહારથી આવનાર વ્યક્તિ પણ ઘરમાં પ્રવર્તી રહેલી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડમાં કઈ રીતે હકારાત્મક ઉર્જા પેદા કરી શકાય તે જોઈએ. * દીવાનખંડ પૂર્વ, ઉત્તર કે ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) બનાવવો ઉચિત ગણાય છે. * દીવાનખંડની ફર્શનો ઢોળાવ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. * દીવાનખંડની પૂર્વ કે ઉત્તર દિશા તરફ દરવાજો હોવો શુભ છે. બારીઓ પણ શક્ય હોય તેટલી પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. * દીવાનખંડમાં ફર્નીચર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળાકાર, અંડાકાર કે અન્ય અનિયમિત આકારનું ન હોવું જોઈએ. * ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલોએ ગોઠવવું જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફ...

શ્રાવણ માસ ૨૦૧૦

છબી
આવતીકાલે એટલે કે તા.૧૦.૮.૨૦૧૦ના સવારે ૮.૩૯ કલાકેથી હિંદુ ધર્મના પવિત્ર એવાં શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જે તા.૮.૯.૨૦૧૦ના રોજ પૂર્ણ થશે. ઓગસ્ટ ૧૦, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ સુધી શ્રાવણ શુક્લ પક્ષ છે. જ્યારે ઓગસ્ટ ૨૫, ૨૦૧૦થી સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ સુધી શ્રાવણ કૃષ્ણ પક્ષ છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીને રિઝવવાનો અનેરો અવસર. આ સંપૂર્ણ માસ શિવજીને સમર્પિત છે અને આ માસમાં શિવપૂજાનું મહત્વ વધી જાય છે. વ્રત-જપનો મહિનો ગણાતાં શ્રાવણમાં આવતા શુભ દિવસો અને તહેવારોની તારીખો નીચે મુજબ છે. શિવપૂજન આરંભ - ઓગસ્ટ ૧૧ ફૂલકાજળી વ્રત - ઓગસ્ટ ૧૨ રાંધણ છઠ - ઓગસ્ટ ૧૫ શ્રાવણ સોમવાર (પ્રથમ) - ઓગસ્ટ ૧૬ નાની સાતમ - ઓગસ્ટ ૧૬ મંગળાગૌરી વ્રત - ઓગસ્ટ ૧૭ પુત્રદા એકાદશી - ઓગસ્ટ ૨૦ પવિત્રા બારસ - ઓગસ્ટ ૨૧ શનિપ્રદોષ - ઓગસ્ટ ૨૧ શ્રાવણ સોમવાર (દ્વિતિય) - ઓગસ્ટ ૨૩ રક્ષા બંધન - ઓગસ્ટ ૨૪ બોળ ચોથ - ઓગસ્ટ ૨૮ શ્રાવણ સોમવાર (તૃતીય) - ઓગસ્ટ ૩૦ નાગ પંચમી - ઓગસ્ટ ૩૦ રાંધણ છઠ - ઓગસ્ટ ૩૧ શીતલા સપ્તમી - સપ્ટેમ્બર ૧ જન્માષ્ટમી - સપ્ટેમ્બર ૨ અજા એકદશી - સપ્ટેમ્બર ૪ શ્રાવણ સોમવાર (ચતુર્થ) - સપ્ટેમ્બર ૬ સોમપ્રદોષ - સપ્ટે...

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે. ૧. યુતિ કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે. આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે. બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમ...