પોસ્ટ્સ

વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

છબી
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ. * રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય. * રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ. * મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે. * પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય. * ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. * ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી. * ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋ...

વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના

છબી
દીવાનખંડ એ ઘરનો આયનો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ બાકીનું ઘર કેવું હશે તેનું ચિત્ર રજૂ કરી દે છે. આમ દીવાનખંડ એ ઘરની પ્રથમ છાપ ઉપસાવનારો ખંડ છે. આ જ ખંડ છે જ્યાં પરિવારના બધા સભ્યો ભેગા મળીને પોતાનો સમય વ્યતીત કરે છે. આ જ ખંડમાં મહેમાનોનું સ્વાગત કરાય છે. આથી જ દીવાનખંડ એ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ખંડ બની રહે છે. જો આ ખંડમાં હકારાત્મક ઉર્જા પ્રવર્તતી હશે તો ઘરના સભ્યો આનંદ અને સુખ-સમૃદ્ધિનો અનુભવ કરશે. બહારથી આવનાર વ્યક્તિ પણ ઘરમાં પ્રવર્તી રહેલી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડમાં કઈ રીતે હકારાત્મક ઉર્જા પેદા કરી શકાય તે જોઈએ. * દીવાનખંડ પૂર્વ, ઉત્તર કે ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) બનાવવો ઉચિત ગણાય છે. * દીવાનખંડની ફર્શનો ઢોળાવ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. * દીવાનખંડની પૂર્વ કે ઉત્તર દિશા તરફ દરવાજો હોવો શુભ છે. બારીઓ પણ શક્ય હોય તેટલી પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. * દીવાનખંડમાં ફર્નીચર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળાકાર, અંડાકાર કે અન્ય અનિયમિત આકારનું ન હોવું જોઈએ. * ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલોએ ગોઠવવું જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફ...

શ્રાવણ માસ ૨૦૧૦

છબી
આવતીકાલે એટલે કે તા.૧૦.૮.૨૦૧૦ના સવારે ૮.૩૯ કલાકેથી હિંદુ ધર્મના પવિત્ર એવાં શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જે તા.૮.૯.૨૦૧૦ના રોજ પૂર્ણ થશે. ઓગસ્ટ ૧૦, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ સુધી શ્રાવણ શુક્લ પક્ષ છે. જ્યારે ઓગસ્ટ ૨૫, ૨૦૧૦થી સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ સુધી શ્રાવણ કૃષ્ણ પક્ષ છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીને રિઝવવાનો અનેરો અવસર. આ સંપૂર્ણ માસ શિવજીને સમર્પિત છે અને આ માસમાં શિવપૂજાનું મહત્વ વધી જાય છે. વ્રત-જપનો મહિનો ગણાતાં શ્રાવણમાં આવતા શુભ દિવસો અને તહેવારોની તારીખો નીચે મુજબ છે. શિવપૂજન આરંભ - ઓગસ્ટ ૧૧ ફૂલકાજળી વ્રત - ઓગસ્ટ ૧૨ રાંધણ છઠ - ઓગસ્ટ ૧૫ શ્રાવણ સોમવાર (પ્રથમ) - ઓગસ્ટ ૧૬ નાની સાતમ - ઓગસ્ટ ૧૬ મંગળાગૌરી વ્રત - ઓગસ્ટ ૧૭ પુત્રદા એકાદશી - ઓગસ્ટ ૨૦ પવિત્રા બારસ - ઓગસ્ટ ૨૧ શનિપ્રદોષ - ઓગસ્ટ ૨૧ શ્રાવણ સોમવાર (દ્વિતિય) - ઓગસ્ટ ૨૩ રક્ષા બંધન - ઓગસ્ટ ૨૪ બોળ ચોથ - ઓગસ્ટ ૨૮ શ્રાવણ સોમવાર (તૃતીય) - ઓગસ્ટ ૩૦ નાગ પંચમી - ઓગસ્ટ ૩૦ રાંધણ છઠ - ઓગસ્ટ ૩૧ શીતલા સપ્તમી - સપ્ટેમ્બર ૧ જન્માષ્ટમી - સપ્ટેમ્બર ૨ અજા એકદશી - સપ્ટેમ્બર ૪ શ્રાવણ સોમવાર (ચતુર્થ) - સપ્ટેમ્બર ૬ સોમપ્રદોષ - સપ્ટે...

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે. ૧. યુતિ કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે. આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે. બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમ...

કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ

આજે સવારે એટલે કે તા.૨૦.૭.૨૦૧૦ના રોજ ૬.૨૬ કલાકે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ પહેલેથી જ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સાથે કન્યા રાશિમાં શનિ અને મંગળની યુતિ રચાઈ છે. મંગળ કન્યા રાશિમાં તા.૬.૯.૨૦૧૦ સુધી ભ્રમણ કરશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શનિ-મંગળની આ યુતિ રાજનૈતિક અસ્થિરતા, દુર્ઘટનાઓ, અકસ્માત, આતંકવાદ, બોમ્બ વિસ્ફોટ, પૂર-ભૂકંપ જેવી કુદરતી આફતો સર્જી શકે છે. મંગળ એ ઉષ્ણ ગ્રહ છે અને શનિ શીત ગ્રહ છે. મંગળ એ શક્તિ, સાહસ, પરાક્રમ, આક્રમકતા, ક્રોધ, ઉશ્કેરાટ, તકરાર અને ઉતાવળાપણાનો કારક ગ્રહ છે. તેનાથી વિરુધ્ધ શનિ સંયમ, ધીરજ, અવરોધ, યાતના, સંઘર્ષ અને વિલંબનો કારક ગ્રહ છે. જ્યારે પરસ્પર વિરોધી પ્રકૄતિના આ બે પાપગ્રહો યુતિ કરે છે ત્યારે દરેક કાર્યોમાં એક પ્રકારની સ્થગતિતા અને અનિર્ણયાત્મકતાની સ્થિતિ સર્જાય છે. ક્રોધ અને કઠોર પરિશ્રમ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અકસ્માત, લડાઈ-ઝઘડા, વાદવિવાદ થવાની સંભાવના વધે છે. કન્યા રાશિ, કન્યા લગ્ન અને કન્યાનો સૂર્ય ધરાવનાર જાતકોને આ યુતિ વધુ અસર કરશે. મેષ - શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્યની કાળજી લેવી. વૃષભ - વિદ્યાભ્યાસમાં પ્રગતિ, સંતા...

જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨) પ્રગટ થઈ ગયેલ છે. જેમાં આપ મારો 'ગ્રહોનાં મરણસ્થાન' એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

ગ્રહોનું બળ

ગ્રહ જ્યારે જન્મકુંડળીમાં શુભ રીતે સ્થિત હોય ત્યારે તે ગ્રહનાં શુભ અને સકારાત્મક ગુણો પ્રગટ થાય છે. આ જ ગ્રહ જ્યારે કુંડળીમાં દૂષિત થઈને અશુભ રીતે સ્થિત હોય ત્યારે ગ્રહની અનિચ્છનીય અને અશુભ બાજુ પ્રગટ થાય છે. કોઈ ગ્રહ કેટલી તીવ્રતાથી શુભ કે અશુભ ગુણોને પ્રગટ કરશે અથવા એક ગ્રહની સરખામણીમાં બીજો ગ્રહ કેટલાં પ્રમાણમાં શુભ કે અશુભ છે તે નક્કી કરવા માટે ગ્રહોનું બળ માપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ માટે એક વિસ્તૃત અને અટપટી પધ્ધતિ વર્ણવામાં આવી છે જે ષડબળ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં ષડ એટલે કે છ. આમ આ પધ્ધતિ છ ઘટકોની બનેલી છે. દરેક ઘટક વિશિષ્ટ રીતે ગ્રહોનું બળ માપે છે. ષડબળ માપવાનું જ્યોતિષ પરિમાણ વિરૂપા છે. ષડબળમાં બળવાન બનનાર ગ્રહ પોતાના કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ આપે છે. તે જે ભાવનો સ્વામી હોય તે ભાવને બળવાન બનાવે છે. જયારે ગ્રહ ષડબળમાં નિર્બળ બને છે ત્યારે તેનાં કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ મળતું નથી. તે ગ્રહને લગતી બાબતો જીંદગીમાં અનુભવવા મળતી નથી અને સ્વપ્નાઓ કે ઈચ્છાઓનાં સ્વરૂપમાં અધૂરી રહી જાય છે. પાપગ્રહ ષડબળમાં બળવાન બને છે ત્યારે તેની અશુભ ફળ આપવાની ક્ષમતા વધી જાય...