માંદ્ય ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, 2020
૧૦/૧૧ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મિથુન રાશિમાં માંદ્ય ચંદ્રગ્રહણ થશે. સાલ ૨૦૨૦માં થનારું આ પહેલું ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ માંદ્ય અથવા તો ઉપચ્છાયા ગ્રહણ છે. તે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા , એશિયા , યુરોપ , આફ્રિકા , હિંદ મહાસાગર , અટલાંટિક મહાસાગર , ઉત્તર અમેરિકાના કેટલાંક ઉત્તર-પૂર્વી ક્ષેત્રો તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાંક ક્ષેત્રોમાં દેખાશે. ૧૦/૧૧ જાન્યુઆરી , ૨૦૨૦ના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષના સમય ગ્રહણ સ્પર્શ – ૨૨.૨૮ ગ્રહણ મધ્ય – ૨૪.૪૦ ગ્રહણ મોક્ષ – ૨૬.૪૨ જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે. પૃથ્વીનો પડછાયો ત્રણ શંકુ બનાવે છે. પડછાયાના એક શંકુને પ્રચ્છાયા ( Umbra), બીજા શંકુને છાયા અથવા ઉપચ્છાયા (Penumbra) અને ત્રીજાને Antumbra કહે છે. 1. અમ્બ્રા (Umbra) – ગાઢો મધ્ય ભાગ – પ્રચ્છાયા 2. પેનમ્બ્રા (Penumbra) – બહારનો ભાગ – ઉપચ્છાયા 3. એંટમ્બ્રા (Antumbra) – અમ્બ્રાથી પર આંશિક રૂપથી છાયાંકિત ક્ષેત્ર પ્રચ્છાયા સૌથી વ...