પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત સારાવલી ગ્રંથના અધ્યાય 30ના શ્લોક 14 થી 25 ચંદ્રનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે ચંદ્ર પ્રથમભાવ/લગ્નસ્થાનમાં કર્ક , વૃષભ અથવા મેષ રાશિમાં રહેલો હોય ત્યારે જાતક ઉદાર , સુંદર , ધનવાન તેમજ બધાં જ મોજશોખને માણનારો હોય છે. જો આ ત્રણ રાશિઓ સિવાયનું લગ્ન હોય અને ચંદ્ર લગ્નસ્થાનમાં સ્થિત હોય તો જાતક ઉન્મત , મૂક , બધિર , નીચ , દુ:ખી , મંદબુદ્ધિ અને ધનથી ક્ષીણ થનારો હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે ચંદ્ર દ્વિતીયભાવમાં રહેલો હોય ત્યારે જાતક અતુલનીય સુખને પામે છે. તે મિત્રો અને સંપતિથી યુક્ત હોય છે. જો દ્વિતીયભાવમાં પૂર્ણ ચંદ્ર રહેલો હોય તો જાતક અત્યંત ધનવાન હોય છે તેમજ ઓછું બોલનાર હોય છે. તૃતીય ભાવ: જો ચંદ્ર તૃતીયભાવમાં રહેલો હોય તો જાતક પોતાના ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. હંમેશા ખુશ રહેનારો , શૂરવીર , વિદ્યા ગ્રહણ કરનારો , વસ્ત્ર અને અન્નથી સંપન્ન હોય છે. ચતુર્થ ભાવ: જો ચંદ્ર ચતુર્થભાવ સ્થિત હોય તો જાતક સંબંધીઓ , સાધન સરંજામ અને વાહનથી યુક્ત હોય છે. તે દાનવીર , જળમાર્ગે યાત્રાનો શોખીન તેમજ નહિ સુખી કે નહ...