પોસ્ટ્સ

ઓગસ્ટ ૨૦૨૧ – ગોચર ગ્રહોનું ફળ

છબી
Raja Ravi Varma , Public domain, via Wikimedia Commons બુધનો સિંહ રાશિમાં પ્રવેશ : ઓગસ્ટ ૯ , ૨૦૨૧થી ઓગસ્ટ ૨૬ , ૨૦૨૧ સુધી ઓગસ્ટ માસમાં યુવરાજ બુધ બે વાર રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. પહેલીવાર ઓગસ્ટ ૯ અને ત્યારબાદ ઓગસ્ટ ૨૬ના રોજ બુધ રાશિ પરિવર્તન કરશે. ઓગસ્ટ ૯ , ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૧.૩૫ કલાકે બુધ કર્ક રાશિમાંથી સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં પ્રવેશ કરતાં બુધની હાલ સિંહ રાશિમાં જ ભ્રમણ કરી રહેલાં શુક્ર અને મંગળ સાથે યુતિ રચાશે. મંગળ તો સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સિંહ રાશિમાં જ વિચરણ કરવાનો છે , પરંતુ શુક્ર ઓગસ્ટ ૧૧ , ૨૦૨૧ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરી જશે. જો કે ત્યારબાદ ઓગસ્ટ ૧૭ , ૨૦૨૧ના રોજ સૂર્ય મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ-મંગળ સાથે જોડાણ કરશે. બુધના આ સમગ્ર સિંહ રાશિ ભ્રમણ દરમિયાન તેનાં પર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ રહેશે. બુધના સિંહ રાશિમાં પ્રવેશ સાથે આપણાં વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતા જોવાં મળી શકે છે. વિચારો સિંહની માફક શક્તિશાળી રીતે અથવા સત્તાવાહી સૂરે વાણી દ્વારા પ્રગટ થવાની સંભાવ...

જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૮, નવેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ સુધી

છબી
પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ પરિવર્તન ક્યારે , કેમ અને કઈ રીતે થશે તે જ્યોતિષશાસ્ત્રની મદદથી જાણી શકાય છે. જન્મભૂમિ પંચાંગ વિક્રમ સંવત ૨૦૭૮ (નવેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ સુધી) અંકમાં પ્રગટ થયેલ મારા લેખ “દશા સંધિ”માં આ જ વિષય પર ચર્ચા કરેલ છે. જ્યારે દશા પરિવર્તન પામે ત્યારે જીવનમાં પણ પરિવર્તન આવે છે. એક દશા પૂર્ણ થઈ રહેલ હોય અને બીજી દશા શરૂ થઈ રહેલ હોય ત્યારે વચ્ચેનો દશા સંધિકાળ જીવનમાં નાટકીય ઘટનાઓ ઘટાવી શકે છે. વધુ જાણવાં માટે લેખ જરૂરથી વાંચશો. આભાર જન્મભૂમિ પંચાંગ ઓનલાઈન ઓર્ડર માટે:  https://panchang.janmabhoominewspapers.com/panchang_subscription.aspx

સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨

છબી
જીવનમાં ક્યાં આકાશી ગ્રહોને લીધે વ્યક્તિ એકલતા અનુભવે છે ? ક્યાં ગ્રહયોગો એકલતાનું ‘ કહેવાતું ’ દુ:ખ આપે છે ? ‘ કહેવાતું ’ એટલાં માટે કે આમ તો ખરેખર એકલતામાં જ સર્જન અને સાધના શક્ય બને છે! જાણવાં માટે વાંચો સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮ , ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ “ એકલતા-આકાશી ગ્રહો”.

જુલાઈ ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay બુધનો મિથુન રાશિમાં પ્રવેશ : જુલાઈ ૭ , ૨૦૨૧ થી જુલાઈ ૨૫ , ૨૦૨૧ સુધી જુલાઈ ૭ , ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૬ કલાકે બુધ મહારાજ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ મહારાજ પોતાની રાશિમાં બળવાન બને છે. આ સમય હવે બુધના આ ગોચરનો આનંદ ઉઠાવવાનો છે. લાંબો સમય વૃષભ રાશિમાં રાહુની સાથે અને વક્રી-માર્ગી ભ્રમણ કર્યા બાદ હવે સ્વરાશિમાં બુધ આરામ અને આનંદનો અનુભવ કરશે. મિથુન રાશિમાં જુલાઈ ૧૬ , ૨૦૨૧ સુધી બુધ સૂર્યની સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જુલાઈ ૧૬ , ૨૦૨૧ના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ બુધ એકલો જ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. મિથુન રાશિના બુધ ઉપર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની પંચમ દ્રષ્ટિ રહેશે. બુધના મિથુન રાશિનો આ સમય મુસાફરી કે યાત્રાઓ સંબંધી શુભ રહી શકે છે. વધુને વધુ લોકો ઘરથી બહાર નીકળીને યાત્રા-પ્રવાસો કરી શકે છે. આ સમય વિશેષ કરીને અભ્યાસ સંબંધી યાત્રા કે કશુંક નવું શીખવાં માટે કરાતી યાત્રા અર્થે વધુ શુભ રહી શકે છે. યાત્રા , બૌદ્ધિક કાર્યો અને કમ્યુનિકેશનમાં સરળતાનો અનુભવ થાય. આ સમય દરમિયાન આપણે આપણાં વિચારોને વધુ સારી અને સ્પષ્ટ રીતે ...

આપના પ્રતિભાવ !

છબી
    ********* કહેવાય છે કે જોડીઓ ઉપર સ્વર્ગમાંથી બનીને આવતી હોય છે. લગ્ન એ ભાગ્યની વાત છે. પરંતુ લગ્નમેળાપક એ શક્ય હોય તેટલું યોગ્ય અને સુસંગત પાત્ર શોધવાનો પુરુષાર્થ છે. જ્યોતિષ હંમેશા પુરુષાર્થને પ્રોત્સાહન આપનારું શાસ્ત્ર રહ્યું છે.       *********      *********         *********   *********     *********  

જૂન ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨ , ૨૦૨૧ થી જુલાઈ ૨૦ , ૨૦૨૧ સુધી જૂન ૨ , ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૫૨ કલાકે મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યાં છે. મંગળ લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરે છે. આથી મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ રહેવાની સંભાવના છે. જળતત્વ ધરાવતી કર્ક રાશિમાં અગ્નિતત્વ ધરાવતાં મંગળની હાલત દયનીય બને છે. કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ ચતુર્થસ્થાનમાં પડે છે. ચતુર્થસ્થાન ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર એ એવું સ્થળ છે કે જ્યાં આપણે સલામતી અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. હવે યુદ્ધના કારક એવાં સેનાપતિ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ આપણી અંદર અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. લાગણીઓ અને સંવેદનાઓ આક્રમકસ્વરૂપે બહાર આવે કે વ્યક્ત થાય તેવી સંભાવના રહે. હાલ શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. મંગળના કર્ક પ્રવેશ સાથે જ શનિ અને મંગળની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિની આ પ્રતિયુતિ અકળામણ , હતાશા કે નિરાશાની લાગણી પેદા કરી શકે છે. હકીકતમાં મંગળ અને શનિ પરસ્પર વિરોધી ગુણો ધરાવનાર ગ્રહો છે. મંગળને ઉતાવળે , જોશપૂર્વક અને ઝડપથી કાર્યો પૂર્ણ કરવા...

મે ૨૦૨૧ ના ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay   બુધનો વૃષભ પ્રવેશ : મે ૧ , ૨૦૨૧ થી મે ૨૬ , ૨૦૨૧ સુધી   યુવરાજ બુધ મે ૧ , ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૫.૪૨ કલાકે અગ્નિતત્વ ધરાવતી મેષ રાશિમાંથી નીકળીને પૃથ્વીતત્વ ધરાવતી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે વૃષભ અને મિથુન રાશિમાં બુધનો ગોચર ભ્રમણકાળ શુભ ગણાય છે. હાલ રાહુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના વૃષભ પ્રવેશ સાથે જ બુધ અને રાહુની યુતિ રચાશે. મે ૧૧ , ૨૦૨૧ના રોજ બુધ અને રાહુની અંશાત્મક યુતિ રચાશે. બુધના આ ભ્રમણ દરમિયાન બુદ્ધિનો વાસ્તવિક અને વ્યવહારુ કાર્યોમાં ઉપયોગ થઈ શકે. કમ્યુનિકેશન અને વિચારોમાં વિશિષ્ટતા કે અનોખાંપણું અનુભવી શકાય. ચર્ચાઓ , સંવાદોને લઈને એક પ્રકારના સંતોષનો અનુભવ થાય. નાણાકીય યોજનાઓ ઘડવાં માટે ઉત્તમ સમય રહે. શુક્રનો વૃષભ પ્રવેશ : મે ૪ , ૨૦૨૧ થી મે ૨૯ , ૨૦૨૧ સુધી મે ૪ , ૨૦૨૧ના રોજ ૧૩.૨૭ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે. સ્વરાશિમાં શુક્ર મહારાજને બળની પ્રાપ્તિ થશે. શુક્ર અહીં મે ૨૯ , ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ બુધ અને રાહુ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. થોડાં સમય બાદ સૂર્ય મહારાજ પણ બુધ , શુ...