પોસ્ટ્સ

સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ

૨૬ મે, ૨૦૧૦ના રોજ મંગળે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છેલ્લાં લગભગ આઠ મહિનાથી પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહેનારો મંગળ વક્રી થવાને લીધે લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહ્યો. પરંતુ હાલ હવે સિંહ રાશિમાં પ્રવેશેલો મંગળ આગામી ૨૦ જુલાઈ, ૨૦૧૦ સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. બારેય રાશિઓને સિંહ રાશિમાં મંગળનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ. મેષ મેષ રાશિને પંચમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સંતાને બાબતે ચિંતા કરાવે. સંતાનો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવું. નાણાકીય ખર્ચને કાબુમાં રાખવો. પેટની બિમારીઓથી સાવધ રહેવું. હરિફો અને શત્રુઓથી હેરાનગતિ સંભવી શકે. વૃષભ વૃષભ રાશિને ચતુર્થ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ચિંતાઓ કરાવે. ચિત અસ્થિર રહે તેમજ ભોજન અને ઉંઘ અનિયમિત બને. ઘરમાં અશાંતિ રહે અને પરિવારજનોનાં વિરોધનો સામનો કરવો પડે. જમીન-મિલ્કતને લગતાં નિર્ણયો સંભાળીને લેવાં. મિથુન મિથુન રાશિને તૃતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સાહસ અને પરાક્રમની વૃધ્ધિ કરાવે. શત્રુઓ પર...

આચરણ શુદ્ધિ

જ્યોતિષીઓ જાતકની સમસ્યાઓનાં સમાધાન માટે મંત્ર, દાન, ઉપવાસ વગેરે ઉપાયો સૂચવતાં હોય છે. ઘણીવાર જાતક પોતે જ પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે ઉપાયો સૂચવવાની માગણી કરતો હોય છે. જ્યોતિષિક ઉપાયો એ હકિકતમાં એક જાતની ઈશ્વરને કરાતી પ્રાર્થના અને તપસ્યા જ છે. આ કશું ન કરીને ફક્ત સારા કર્મો કરવાથી, સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી અને બીજાને મદદરૂપ થવાની ભાવના રાખવાથી પણ આપણે આપણાં કર્મોની પીડા હળવી કરી શકીએ છીએ. જ્યારે આપણે અસત્ય અને અપ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ, બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, છેતરીએ છીએ કે બીજાનો લાભ લેવાની વૃતિ ધરાવીએ છીએ ત્યારે ઈશ્વરના કોઈ જપ, તપ કે મંત્ર કામ આવતાં નથી. આપણે એક મનુષ્યને છેતરી શકીએ પરંતુ ઈશ્વરને છેતરી શકતાં નથી. એ તો ઉપર બેઠો-બેઠો આપણાં દરેક આચરણની નોંધ લઈ રહ્યો છે. ઓશોએ એક સરસ વાત કહી છે. "Truth is something which is a very intrinsic quality for a spiritual seeker. When someone cheats other person, then in a way He cheats his own soul. Although, we don't realize it, but we all are connected and are part of the cosmic unity. Whatever we do, it gets re...

વક્રી ગ્રહો - ૨

આપણે અગાઉ જોયું કે વક્રી બનેલો ગ્રહ પૃથ્વીથી નજીક હોવાથી વિશેષ પ્રમાણમાં અસર કરતો હોય ફળકથનમાં તેની ભૂમિકા અગત્યની છે.  વક્રી ગ્રહ એક જ ભાવ/ભાવબિંદુ અને ભાવમાં રહેલાં ગ્રહ પરથી બે-ત્રણ વાર પસાર થાય છે. પહેલી વખત માર્ગી ગતિથી પસાર થાય છે. ત્યારબાદ વક્રી બનીને ફરી એ જ ભાવબિંદુ પરથી પસાર થાય છે. અંતે ફરી માર્ગી બનીને એ જ ભાવબિંદુને આવરે છે. આ રીતે એક જ ભાવ/ભાવબિંદુ અને ગ્રહ પરથી વધુ વાર પસાર થવાથી વક્રી ગ્રહને પોતાનું શુભ કે અશુભ ફળ આપવાની તક વધુ વાર પ્રાપ્ત થાય છે. આ કારણથી પણ વક્રી ગ્રહ ફળકથનમાં અગત્યનો બની રહે છે. પૃથ્વી પર સમયની સાથે જીંદગી આગળ વધે છે. જ્યારે વક્રી ગ્રહો સમયની સાથે પાછળ ચાલે છે. પાછળ ચાલતાં હોવાથી વક્રી ગ્રહો જે ભાવનાં અધિપતિ હોય તે ભાવને લગતી બાબતનું વિલંબથી ફળ આપે છે. દા.ત. સપ્તમેશ તરીકે વક્રી ગુરુ લગ્ન મોડાં કરાવી શકે છે. પરંતુ ગુરુનાં કારકત્વને લગતી બાબતો જેવી કે સંતાન, વિદ્યા, ડહાપણ, જ્ઞાન વગેરેને લગતું કોઈ અશુભ ફળ મળતું નથી કે તે પ્રાપ્ત થવામાં કોઈ મૂશ્કેલી પડતી નથી. શુભ ગ્રહ વક્રી થાય ત્યારે મહાશુભ બને છે અને પાપગ્રહ વક્રી થાય ત્યારે મહાપાપ બને છે. ક...

ગુરુનો મીન રાશિમાં પ્રવેશ

દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલાં બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે. મેષ ગુરુનું દ્વાદશ ભાવમાં ભ્રમણ - પરદેશની મુસાફરી, વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશગમન, નાણાકીય જાવકમાં વધારો, દાન-ધર્માદા અને ધાર્મિક કાર્યો જેવા શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ, નવા જમીન-મકાન-વાહનની ખરીદી શક્ય, વતનની મુલાકાત, લોન પ્રાપ્તિમાં સફળતા, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્‍નતિ, પ્રગતિનાં માર્ગ આડે આવતા અવરોધો દૂર કરવામાં સફળતા. વૃષભ ગુરુનું એકાદશ ભાવમાં ભ્રમણ - ધનલાભ, નાણાકીય આવકમાં વધારો, ભાઈ-બહેનો ત...

વક્રી ગ્રહો - ૧

જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. આ દ્રષ્ટિ ભ્રમ શા કારણે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારોકે આપણે એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ. આપણી બાજુનાં પાટા પરથી બીજી ટ્રેન પસાર થઈ રહી છે. બીજી ટ્રેન આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ તે જ દિશામાં જઈ રહી છે. પરંતુ તે ટ્રેનની ગતિ આપણી ટ્રેન કરતાં ધીમી છે. એક સમય એવો આવશે કે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થઈ જશે અને થોડીવારમાં બાજુની ટ્રેનને પાછળ મૂકીને આપણી ટ્રેન આગળ વધી જશે. જ્યારે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થશે ત્યારે થોડી ક્ષણ પૂરતી બંને ટ્રેનની ગતિ સરખી લાગશે અને ટ્રેન સ્થંભી ગઈ હોય તેવું જણ...

ગ્રહોનો અસ્ત

જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યથી આગળ કે પાછળ ૧૦ અંશનાં અંતરે આવતાં ગ્રહનો અસ્ત થાય છે. પ્રત્યેક ગ્રહનાં અસ્ત પામવાના ચોક્ક્સ અંશો નીચે મુજબ છે. ચન્દ્ર - ૧૨ અંશ મંગળ - ૧૭ અંશ બુધ - ૧૪ અંશ; વક્રી હોય ત્યારે ૧૨ અંશ ગુરુ- ૧૧ અંશ શુક્ર - ૧૦ અંશ; વક્રી હોય ત્યારે ૮ અંશ શનિ - ૧૫ અંશ બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ ક્યારેય એકસાથે વક્રી અને અસ્ત થતાં નથી. જ્યારે ગ્રહનો અસ્ત થાય છે ત્યારે ગ્રહ જે સ્થાનનો અધિપતિ હોય તે સ્થાનને લગતી બાબતો અને પોતાના કારકત્વને લગતી બાબતોનું ફળ આપવા માટે નિર્બળ બને છે. ગ્રહ જ્યારે અસ્ત પામે છે ત્યારે તેનાં કારકત્વને લગતી આંતરિક બાબતોને કોઈ હાનિ પહોંચતી નથી પરંતુ ફક્ત બાહય બાબતોને હાનિ પહોંચે છે. દા.ત. જ્યારે બુધનો અસ્ત થાય ત્યારે બુધ્ધિ અને વિશ્લેષણાત્મક શક્તિ કે જે આંતરીક બાબતો છે તેમાં વધારો થાય છે. પરંતુ બાહ્ય બાબત જેવી કે ચામડીને હાનિ પહોંચે છે. શુક્ર અસ્ત પામે ત્યારે સર્જનાત્મક શક્તિ અને કલા પ્રત્યેની રુચિમાં વધારો થાય છે પરંતુ લગ્નજીવનને હાનિ પહોંચે છે...

દ્રષ્ટિ

જ્યોતિષમાં દ્રષ્ટિ એટલે કે કોઈ ભાવ અથવા ગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કે એકાગ્ર કરવું. દ્રષ્ટિનાં ત્રણ પ્રકારો છે. ૧. રાશિ દ્રષ્ટિ ૨. ગ્રહ દ્રષ્ટિ ૩. સ્ફૂટ દ્રષ્ટિ અત્યારે આપણે અહીં માત્ર ગ્રહ દ્રષ્ટિ વિશે ચર્ચા કરીશું. ગ્રહ દ્રષ્ટિ એટલે કે ગ્રહો દ્વારા કરાતી દ્રષ્ટિ. ગ્રહો પોતાની દ્રષ્ટિ દ્વારા ભાવને અને ભાવમાં રહેલાં ગ્રહોને પ્રભાવિત કરે છે. ગ્રહની દ્રષ્ટિ એ ગ્રહની જે-તે ભાવ સંબંધિત બાબતોમાં રહેલી ઈચ્છા કે રુચિનો સંકેત કરે છે. દરેક ગ્રહો પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવમાં અને સપ્તમ ભાવમાં રહેલાં ગ્રહોમાં રુચિ ધરાવે છે. એટલે કે દરેક ગ્રહ પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. આ ઉપરાંત બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯ અને શનિ ૩ અને ૧૦ સ્થાનો પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. રાહુ-કેતુ અન્ય ગ્રહોની માફક ભૌતિક અસ્તિત્વ ધરાવતાં ન હોવાથી તેમને કોઈ દ્રષ્ટિ આપવામાં આવી નથી. અન્ય મત મુજબ કેતુ દ્રષ્ટિહીન છે. પરંતુ રાહુ પોતાનાં સ્થાનથી ૧૨, ૫, ૭ અને ૯માં સ્થાન પર દ્રષ્ટિ કરે છે. રાહુ હંમેશા વક્ર...