પોસ્ટ્સ

મેષના શુક્રનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦

છબી
આજે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ શુક્ર મહારાજે પોતાની ઉચ્ચ રાશિ મીનમાંથી મંગળનું સ્વામીત્વ ધરાવતી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું મેષમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જાણો.

યુટ્યુબ ચેનલ - Vinati's Astrology

છબી
પ્રિય મિત્રો, ગુજરાતીમાં જ્યોતિષને લગતાં વિડીયોઝ જોવાં માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને મારી યુટ્યુબ ચેનલ 'Vinati's Astrology' ની મુલાકાત લો. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન હિટ કરવાનું ભૂલશો નહિ :) આભાર YouTube: Vinati's Astrology

વૃષભ રાશિનો શુક્ર અને પ્રેમ

છબી
જો તમારા કે તમારા પ્રિયજનની કુંડળીમાં શુક્રની સાથે ૨ નો અંક લખેલો હોય તો વૃષભ રાશિમાં શુક્ર પડ્યો છે તેમ કહેવાશે. વૃષભ રાશિમાં પડેલાં શુક્રના જાતકોની પ્રેમ પ્રકૃતિ અને પ્રેમ વ્યવહાર જાણવા માટે આ વિડીયો મદદરૂપ બનશે.

મેષ રાશિનો શુક્ર અને પ્રેમ

છબી
મિત્રો , વેલેન્ટાઈન્સ ડેના પ્રેમથી વધુ ઉત્તમ વિષય ક્યો હોઈ શકે ? આ સાથે જ અહીં મારા પહેલો યુટ્યુબ વિડિયો ‘ મેષ રાશિનો શુક્ર અને પ્રેમ ’ શેર કરી રહી છું. આગળ ઉપર વૃષભ , મિથુન વગેરે બારેય રાશિઓમાં શુક્ર અને પ્રેમ વિષય પરના તેમજ જ્યોતિષને લગતાં અન્ય વિષયોના વિડિયો પણ પોસ્ટ કરીશ. જો આપને આ વિડિયો ગમે તો લાઈક , શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. પ્રેમના વારે એટલે કે શુક્રવારે આવેલો પ્રેમનો દિવસ સૌના જીવનને પ્રેમથી ભરી દે તેવી હાર્દિક શુભેચ્છાઓ!!  

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે.   નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિ...

શ્રી શનિ સ્તોત્ર

છબી
શ્રી શનિ સ્તોત્રના પાઠ કરવાથી શનિની સાડાસાતી તેમજ નાની પનોતીમાં માનસિક શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. ભાગ્યમાં વૃદ્ધિ તેમજ ઉન્નતિનો લાભ મળે છે. આ સ્તોત્રના નિયમિત પાઠથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.   દશરથ ઉવાચ કોણોન્તકો રૌદ્રયમોથ બભ્રુ: શનિ: પિંગલમન્દસૌરિ: । નિત્યં સ્મૃતો યો હરતે ચ પીડાં તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૧ ॥ સુરાસુરા: કિં પુરુષોરગેન્દ્રા ગન્ધર્વવિદ્યાધરપન્નગાશ્ચ । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૨॥ નરા નરેન્દ્રા: પશવો મૃગેન્દ્રા: વન્યાશ્ચ યે કીટપતંગભૃંગા: । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૩॥ દેશાશ્ચ દુર્ગાણિ વનાનિ યત્ર સેનાનિવેશા: પુરપત્તનાનિ । પીડયન્તિ સર્વે વિષમસ્થિતેન તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૪ ॥ તિલૈર્યવૈર્માષગુડાન્નદાનૈર્લોહેન નીલામ્બરદાનતો વા । પ્રીણાતિ મંત્રૈર્નિજવાસરે ચ તસ્મૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૫॥ પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતીપુ ણ્ય જલે ગુહાયામ । યો યોગિનાં ધ્યાનગતોપિ સૂક્ષ્મસ્તમૈ નમ: શ્રીરવિનન્દનાય ॥ ૬॥ અન્યપ્રદેશાત્સ્વગૃહં પ્રવિષ્ટસ્તદીયવારે સ નર: સુખ...

શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
જ્યોતિષ જગત માટે મોટી અને મહત્વની કહી શકાય તેવી ઘટના ૨૪ જાન્યુઆરીના રોજ ઘટવા જઈ રહી છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૫૧ કલાકે શનિ મહારાજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કર્મનું ફળ પ્રદાન કરનાર ન્યાયના દેવતા અને દંડાધિકારી એવાં શનિ મહારાજ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. બધાં ગ્રહોમાં શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. આથી શનિ નું રાશિ પરિવર્તન સતત અઢી વર્ષ સુધી સુખ કે દુ:ખ આપનારું બની રહેતું હોવાથી મહત્વનું બને છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતો શનિ અહીં ૨૯ એપ્રિલ , ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ફરી વક્રી થઈને ૧૨ જૂલાઈ , ૨૦૨૨ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. અંતે ૧૭ જાન્યુઆરી , ૨૦૨૩ના રોજ શનિ મકર રાશિમાંથી અંતિમ વિદાય લઈને કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ત્રણ વખત વક્રી બનશે. આ ઉપરાંત મકર રાશિમાં ભ્રમણ દરમિયાન શનિ ગુરુ સાથે જોડાણ પણ કરશે. શનિના ગોચર ભ્રમણની તારીખો જાન્યુઆરી ૨૪ , ૨૦૨૦ – મકર રાશિ પ્રવેશ એપ્રિલ ૨૯ , ૨૦૨૨ – કુંભ રાશિ પ્રવેશ જૂલાઈ ૧૨ , ૨૦૨૨ – મકર રાશિ પ્રવેશ જાન...