વિભિન્ન રાશિના બાળકોનો શાળામાં વ્યવહાર

નાના બાળકોની આગવી અને અનોખી દુનિયા હોય છે. એક પ્રેમાળ અને કાળજી લેનારા માતા-પિતા તરીકે તેમના આ અંગત જગતને જાણવું , ઓળખવું અને સમજવું જરૂરી હોય છે. જ્યોતિષ બાળકોના મનોવલણ અને વર્તનને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આવો જાણીએ કે વિભિન્ન રાશિ/જન્મલગ્ન ધરાવતાં બાળકોનો શાળામાં વ્યવહાર કેવો રહે છે. નીચે વર્ણવેલ ફળ બાળકના વ્યવહારને સ્થૂળ રીતે સમજવામાં સહાય કરશે. સૂક્ષ્મ સમજ મેળવવા માટે બાળકની જન્મકુંડળી કોઈ જ્ઞાની અને અનુભવી જ્યોતિષીને દેખાડીને સલાહ લેવી હિતાવહ રહે. મેષ (અ , લ , ઈ): મેષ રાશિનું બાળક ઝડપી અને સતેજ હોય છે. જો શીખવવામાં આવતો વિષય જીવનમાં ઉપયોગી હોય તો પછી તેમને શીખવામાં ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી. મેષ રાશિના પુરુષ બાળક કરતાં સ્ત્રી બાળક વધુ હોંશિયાર હોવાની સંભાવના રહે છે. ઉર્જા અને ચેતનાથી ભરપૂર પુરુષ બાળક માટે લાંબો સમય વર્ગખંડમાં સ્થિર બેસી રહેવું મુશ્કેલ હોય છે. તેમને વર્ગખંડની બહાર દોડી-કૂદીને પોતાની ઉર્જા ખર્ચવી વધુ પસંદ હોય છે. પ્રકૃતિએ સ્પર્ધાત્મક હોય છે. ટોળામાંના એક બની રહેવાં કરતાં અલગ પડી નેતા બનવા માગે છે. તેમને જો થોડી તાલીમ આપીને રમત-ગમત હોય કે પછી અભ્યાસન...