પોસ્ટ્સ

જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)

પ્રિય વાચકમિત્રો , જન્મભૂમિ પંચાગ વિ.સં 2071 (નવેમ્બર 2014થી માર્ચ 2016 સુધી)માં આપ મારો ‘ જ્યોતિષ અને વાણી ’ વિષય પરનો લેખ વાંચી શકશો. વાણી એ આપણા વ્યક્તિત્વનો અગત્યનો હિસ્સો છે. પસ્તુત લેખમાં જ્યોતિષના આધારે જાતકની વાણીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. નવેય ગ્રહોનો જાતકની વાણી પર કેવો પ્રભાવ પડે છે તે વિશે ચર્ચા કરેલ છે. દ્વિતીયસ્થાન એ વાકસ્થાન છે. દ્વિતીયભાવના સ્વામીનું અલગ-અલગ રાશિઓમાં અને બાર ભાવમાં કેવું ફળ મળે તે વિશે ઉદાહરણ કુંડળી સહિત ચર્ચા કરેલ છે. આશા છે જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. એક લેખક/લેખિકાનું કાર્ય વાચકોના પ્રતિભાવ વગર હંમેશા અધૂરું રહે છે. 

ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071, ઈ.સ.2014-15‌

પ્રિય વાચકમિત્રો , આ વર્ષે નવા પ્રસિદ્ધ થયેલાં ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071 , ઈ.સ.2014-15માં મારો ‘ નોકરીમાં બદલી ક્યારે ?’ લેખ પ્રસિદ્ધ થયેલ છે. પ્રસ્તુત લેખમાં નોકરીમાં કયારે બદલી અને સ્થળાંતર થઈ શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ સાથે ચર્ચા કરેલ છે. જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખ રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. લેખ અંગેના આપના પ્રતિભાવ હંમેશા મહત્વ ધરાવે છે તો આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. 

રાહુના કન્યા અને કેતુના મીન રાશિ ભ્રમણનો પ્રભાવ

રાહુ અને કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશ પર રહે છે. આ બંને ગ્રહોની ગતિ વક્રી રહે છે અને રાશિચક્રની ઉલ્ટી પરિક્રમા કરે છે. લગ્નસ્થાન , વ્યયસ્થાન , લાભસ્થાન , દસમસ્થાન , નવમસ્થાન - આ ક્રમથી ભ્રમણ કરે છે. જુલાઈ 12 , 2014ના રોજ રાહુએ કન્યા રાશિમાં અને કેતુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જાન્યુઆરી 29 , 2016 સુધી કન્યા અને મીન રાશિમાં રાહુ અને કેતુ ગોચર ભ્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો , દશા-અંતર્દશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે બાબતો પર રહેલો છે. મેષ: રાહુએ ષષ્ઠમસ્થાનમાં અને કેતુએ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં યશ અને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. વ્યાપારમાં વૃદ્ધિ થાય. ચિંતાઓ દૂર થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. લગ્નજીવનની સમસ્યાઓમાં શાંતિનો અનુભવ થાય. રમત-ગમતમાં સફળતા મેળવી શકાય. જૂના મિત્રો લાભદાયી નીવડે. પરદેશથી લાભ થાય. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. વૃષ...

ગુરુના કર્ક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

દેવોના ગુરુ એવા બૃહસ્પતિ મહારાજે જૂન 19 ,  2014થી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચત્વ ધારણ કરે છે. આથી કર્ક રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ ગ્રહ વિદ્વાનોનું પ્રતીક છે. નૈસર્ગિક કુંડળીમાં નવમ અને દ્વાદશભાવનો સ્વામી છે. શરીરમા મેદ પર તેનો અધિકાર માનવામાં આવ્યો છે. ગુરુ એ સાત્વિક અને પૌરુષપૂર્ણ ગ્રહ છે. કોઈપણ ગ્રહ જે રાશિ અને ભાવમાં ભ્રમણ કરે છે તે અનુસાર મનુષ્યને જીવનમા ક્યારે અને કેવું ફળ મળશે તેનો નિર્દેશ મળે છે. ગુરુ કર્ક રાશિમાં જુલાઈ 14 ,  2015 સુધી ભ્રમણ કરવાનો છે. આ લગભગ  એક વર્ષના ગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે .  સૂક્ષ્મ ફળનો આધાર  વ્યક્તિગત કુંડળીમા રહેલાં ગ્રહો , મહાદશા-અંતર્દશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેર પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): મેષ રાશિને ગુરુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ગૃહ અને કુટુંબને લીધે આનંદનો અનુભવ થાય. ઘરની સુખ-સગવડતાઓમાં વધારો થાય. ગૃહ ક્ષેત્રે શાંતિ અને સલામતીની અનુભૂતિ થાય. બહારની દુનિયાની પળોજણો કરતાં મનની શાંત...

ગુજરાત સમાચાર - ધર્મલોક & અગમ નિગમ પૂર્તિ - મુંબઈ આવૃતિ

છબી
પ્રિય વાચકમિત્રો ,  અગ્રણી ગુજરાતી અખબાર  ' ગુજરાત સમાચાર ' ની મુંબઈ આવૃતિમાં આજની તા. 2.6.2014 ની ધર્મલોક & અગમ નિગમ પૂર્તિમાં આપ મારો લેખ  ' શાહરૂખના ગ્રહોની રૂખ '  વાંચી શકશો. લેખમાં શાહરૂખની કુંડળીનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરેલ છે. હવે પછી દર સોમવારે આ લેખમાળા અંતર્ગત જાહેર જીવનમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની કુંડળીઓની ચર્ચા અને વિશ્લેષણ પ્રસિદ્ધ થતું રહેશે. મુંબઈ સ્થિત વાચકમિત્રો , આપ સૌ વાંચતા રહેશો અને આપના પ્રતિભાવ જણાવતા રહેશો. જ્યોતિષના વિદ્યાર્થીઓ અને જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખમાળા ઉપયોગી અને રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. 

ધીરે સબ કુછ હોય

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય ‍‍‍- કબીર પ્રકૃતિ આપણને ધીરજનો પાઠ શીખવે છે. પ્રકૃતિમાં દરેક ઘટના એના નિશ્ચિત સમયે અને નિશ્ચિત નિયમ અનુસાર ઘટે છે અને એ જ તો આ સમગ્ર બ્રહ્માંડનો શાશ્વત નિયમ છે. આપણે જ્યારે આ નિયમ જાણી લઈએ છીએ ત્યારે આપોઆપ ધીરજનો પ્રથમ પાઠ શીખી લઈએ છીએ.   ધીરજ એટલે શું ? ધીરજ એટલે પોતાના કર્મ , આવડત અને પ્રતિભામા શ્રદ્ધા ધરાવવી. ધીરજ એટલે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરે આપણાં માટે ઘડેલી યોજનામા શ્રદ્ધા ધરાવવી. બુદ્ધિ શંકા પેદા કરે છે. હૃદય શ્રધ્ધા પેદા કરે છે. ધીરજ ગુમાવવી એટલે કે પોતાની જાત પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે શંકા પેદા કરવી. ધીરજ ગુમાવવી એટલે ખુદમાંથી અને ખુદામાંથી શ્રદ્ધા ગુમાવવી. ધીરજ એટલે રાહ જોવી , અડગ રહેવુ , મથ્યા કરવુ. ધીરજ એટલે કશુંક પ્રાપ્ત કરવા માટે કરાતી તપસ્યા અને સાધના. ધીરજ એટલે સંપૂર્ણતાનો આગ્રહ . ધીરજ એટલે બારીકી અને ચોકસાઈનો આગ્રહ. ધીરજ એટલે શ્રેષ્ઠનું નિર્માણ. ધીરજ એટલે કશુંક ચલાવી લેતાં , ફવડાવી લેતાં , સમાધાન કરાવી લેતાં કરાતો ઈન્કાર. ધીરજ ગુમાવવી એટલે સુખની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં કરાતી ...

ગ્રહોના પારસ્પારિક સંબંધો

છબી
જ્યોતિષ શીખવું એટલે કે જાણે નવી ભાષા શીખવી. જ્યોતિષમાં એવાં કેટલાંય શબ્દોનો પ્રયોગ થાય છે જેનો ઉપયોગ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં કરતાં નથી. આજે એવાં જ કેટલાંક શબ્દોનો અર્થ સમજીએ જે ગ્રહોના પારસ્પારિક સંબંધને વર્ણવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રહોનો પારસ્પારિક સંબંધ કુંડળીમા તેમની ભાવગત સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ કુંડળી – સ્વામી વિવેકાનંદ યુતિ યોગ (1-1): જ્યારે બે ગ્રહો એક જ સ્થાનમાં સ્થિત હોય ત્યારે તેઓ વચ્ચે યુતિ થઈ છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં શુક્ર અને બુધ એક જ સ્થાનમાં પડ્યા છે. તે જ રીતે શનિ અને ચંદ્ર પણ એક જ સ્થાનમાં સ્થિત છે. આથી શુક્ર-બુધની યુતિ તેમજ શનિ-ચંદ્રની યુતિ થઈ છે તેમ કહેવાય. યુતિ યોગમાં રહેલાં ગ્રહો જાણે કે એકબીજા સાથે ભળી જાય છે . તેમની ઉર્જા સંગઠિત થઈ જાય છે અને બંને સાથે મળીને વર્તે છે. યુતિ યોગનુ ફળ શુભ મળશે કે અશુભ તેનો આધાર યુતિ યોગમાં ક્યાં ગ્રહો સંકળાયેલા છે અને તે ગ્રહો સંબંધિત અન્ય બાબતો પર રહેલો છે. દ્વિર્દ્વાદશ યોગ (2 -1 2): જ્યારે એક ગ્રહ બીજા ગ્રહથી દ્વિતીય ભાવમાં સ્થિત હોય અને બીજો ગ્રહ પહેલાં ગ્રહથી દ્વાદ...