પોસ્ટ્સ

જ્યોતિષ અને કવિતા

મારા ગમતાં કવિઓમાંના એક છે શ્રી વિપિન પરીખ. અછાંદસ કાવ્યો માટે પ્રખ્યાત એવા શ્રી વિપિન પરીખના કાવ્યોમાં સંવેદનશીલતા, કટાક્ષ અને વેદનાનો સુભગ સમન્વય જોવા મળે છે. ખાસ કરીને તેમના કાવ્યોનો અંત ચોટદાર જોવા મળે છે. શ્રી વિપિન પરીખના કાવ્યોમાં જ્યોતિષ કે જ્યોતિષ સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ઘણીવાર જોવા મળે છે. આથી લાગે છે કે કવિશ્રી જરૂર જ્યોતિષ વિષયમાં રસ કે અભ્યાસ ધરાવતા હશે. આજે જ્યોતિષના વાંચનને બાજુ પર રાખીને તેમની થોડી ચૂંટેલી કવિતાઓ માણીએ  J અવદશા વાવાઝોડું તો પસાર થઈ જશે સમય પડખું પણ બદલશે , શનિ દશા , રાહુ અંતરદશા જશે ને ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં , વાદળો તો ખસશે આકાશમાંથી ; પણ સૂરજના ઊગવામાં હું શ્રદ્ધા ખોઈ બેસીશ તો ? શાણા માણસો કહે છે: બધું ઠીક થઈ જશે થોડા સમયમાં , પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો ? - વિપિન પરીખ બિછાનામાં પ્રત્યેક ક્ષણે દીકરી મોટી થતી જાય છે પ્રત્યેક ક્ષણે એની આંખો કોરી થતી જાય છે. માને આજીજી કરે છે : ‘મા, મારા માટે મુરતિયો લાવ, કોઈ પણ...!’ મા બારણાં ખટખટાવતી જ રહી. મહેલોનાં પણ, હવે ચાલીઓનાં પ...

નવગ્રહ કવચ

નવગ્રહ કવચના પાઠ આત્મરક્ષા હેતુ કરવામાં આવે છે. નિયમિત અને શ્રદ્ધાપૂર્વક આ કવચના પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. નિ : સંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક જગ્યાએ રક્ષણ મળી રહે છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે. બ્રહ્મોવાચ । શિરો મે પાતુ માર્તાણ્ડો કપાલં રોહિણીપતિઃ । મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનન્દનઃ । બુદ્ધિં જીવઃ સદા પાતુ હ્રદયં ભૃગુનન્દનઃ । જઠરં ચ શનિ: પાતુ જીહ્વાં મે દિતિનન્દનઃ । પાદૌ કેતુ: સદા પાતુ વારાઃ સર્વાઙમેવ ચ । તિથયોઙ્ષ્ટૌ દિશઃ પાન્તુ નક્ષત્રાણિ વપુઃ સદા । અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ । ગુહ્યં લિઙગં સદા પાન્તુ સર્વે ગ્રહા: શુભપ્રદા: । અણિમાદીનિ સર્વાણિ લભતે ય: પઠેદ્ ધ્રુવમ્ ।। એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયેત: સુધી: । સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવે‌ત્‌ ।। અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્ । દારાર્થી લભતે ભાર્યાં સુરુપાં સુમનોહરામ્ । રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યે‌ત બન્ધના‌ત્‌ । જલે સ્થલે ચાન્તરિક્ષે કારાગારે વિશેષત: । ...

નવગ્રહ શાંતિ મંત્ર, પીડાહર સ્તોત્ર

નવગ્રહ શાંતિ મંત્ર આ એક્શ્લોકી મંત્રમાં બ્રહ્મા (સૃજન કરનાર), મુરારિ (શ્રી વિષ્ણુ, પાલન કરનાર), ત્રિપુરાન્તકારી (શિવજી, સંહારક) અને સર્વે નવ ગ્રહોને જીવનમાં સુખ-શાંતિ અર્પવા હેતુ પ્રાર્થના કરવામાં આવી છે. બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકારી ભાનુ: શશિ ભૂમિ-સૂતો બુધશ્ચ | ગુરુશ્ચ શુક્ર: શનિ રાહુ કેતવ: સર્વે ગ્રહા શાન્તિ કરા ભવન્તુ || નવગ્રહ પીડાહર સ્તોત્ર ગ્રહ જનિત પીડાની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્તોત્રના પાઠ કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ગ્રહની શાંતિ માટે અલગથી તે ગ્રહ માટેના ચોક્કસ સૂત્રના પાઠ પણ કરી શકાય. ગ્રહાણામાદિરાત્યો , લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિ : ॥ ૧ ॥   (સૂર્ય) રોહિણીશઃ સુધામૂર્તિઃ સુધાગાત્રઃ સુધાશનઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે વિધુઃ ॥ ૨ ॥  (ચન્દ્ર) ભૂમિપુત્રો મહાતેજા જગતાં ભયકૃત્‌ સદા । વૃષ્ટિકૃદ્‌ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ ॥ ૩ ॥  (મંગળ) ઉત્પાતરૂપો જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિ: । સૂર્યપ્રિયકરો વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ ॥ ૪ ॥   (બુધ) દેવમંત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ । અનેકશ...

નવગ્રહ સ્તોત્ર

નવગ્રહ સ્તોત્ર શ્રી વેદ વ્યાસ મુનિ દ્વારા રચવામાં આવ્યો છે. જેમાં નવ ગ્રહોના મંત્રોનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ ચોક્કસ ગ્રહ માટેના ચોક્કસ મંત્રનો અલગથી પણ જાપ કરી શકાય છે. એકાગ્રતાથી અને શ્રદ્ધાપૂર્વક નવગ્રહ સ્તોત્રના પાઠ કરવાથી નવેય ગ્રહોના આશીર્વાદ એકસાથે મેળવી શકાય છે. અહીં ગ્રહોને દેવતાના સ્વરૂપમાં જોવામાં આવ્યા છે. આ સ્તોત્ર સાદી ભાષામા રચાયેલો છે પરંતુ તેના દરેક શ્લોકની અંદર ગૂઢાર્થ રહેલો છે. સ્ત્રોતમાં જ કહેવાયું છે કે જે આ સ્તોત્રનો પાઠ કરે છે તેના વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે. ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ગ્રહ-નક્ષત્રથી ઉત્પન થયેલી પીડા શાંત થઈ જાય છે. દરેક શ્લોકનો ભાવાર્થ નીચે આપેલ છે. જેથી અર્થ સાથે સ્તોત્રને સમજી શકાય. ॥ નવગ્રહ સ્તોત્ર ॥ જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ્  ।   તમોરિં સર્વપાપઘ્નં પ્રણતો ઙસ્મિ દિવાકરમ્  ॥ ૧ ॥   જાસૂદના ફૂલ (જે ઘેરા લાલ રંગનું છે) સમાન જેની કાન્તિ છે, કશ્યપ કુળમાં જેમનો  જન્મ થયો છે, જે મહાતેજસ્વી છે, અંધકાર જેમનો શત્રુ છે, જે બધાં પાપોને નષ્ટ કરી નાખે છે, એ સૂર્ય ભગવાનને હું પ્રણામ કરું છું. ...

જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૭૦ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૦-૭૧ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)માં આપ મારો ‘ પરસ્પર કારક ગ્રહો ’ વિષય પરનો લેખ વાંચી શકશો. આ લેખમાં જ્યોતિષ ગ્રંથોમાં વર્ણવેલ પરસ્પર કારક ગ્રહો અંગેના વિવિધ મતની છણાવટ કરેલ છે. જાતકને નીચેથી ઉચ્ચ સ્થાને પહોંચાડી દેનાર અને કુંડળીમાં યોગોનું વિશ્લેષણ કરતી વખતે વિશેષ મહત્વ ધરાવનાર આ યોગની ઉદાહરણ કુંડળીઓ આપીને સવિસ્તાર ચર્ચા કરેલ છે. આશા છે કે જ્યોતિષના જીજ્ઞાસુઓની જ્ઞાન પિપાસા સંતોષવામાં આ લેખ ઉપયોગી નીવડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો.

સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧ (ઈ.સ. ૨૦૧૩-૧૪-૧૫)

પ્રિય વાચકમિત્રો, સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧મા આપ મારો ‘જ્યોતિષ ફળકથનમાં સંશોધનની સંભાવના’ નામક લેખ વાંચી શકશો. આ લેખમાં આધુનિક યુગમાં જ્યોતિષ ફળકથનમાં સંશોધનની જરૂરીયાત અને વિશેષ કરીને એક સ્ત્રીની દ્રષ્ટિએ પૌરાણિક જ્યોતિષને આધુનિક સંદર્ભમાં મૂલવવાનો પ્રયાસ કરેલ છે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતા મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવ આવકાર્ય છે.

આપના સવાલ મારા જવાબ

હાલમાં જ એક વાચકમિત્રએ બ્લોગ પર કોમેન્ટ કરી છે. જે શબ્દશ: નીચે મુજબ છે. “ Mdme davdaji, i want to learn this. can u not start astrology teaching systematically on ur site. I feel this is a god given gift and must be shared with people. If ur sound financially, normally its expected not to charge for any favour. you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly hardi ” જવાબ થોડો લાંબો હોવાથી અહીં જ લેખ સ્વરૂપે આપી રહી છું. ઉપરાંતમાં મને લાગ્યું કે આ કોમેન્ટમાં ઉલ્લેખિત વિષયની ચર્ચા આ બ્લોગ પર આવતા અન્ય વાચકમિત્રો સાથે કરવી પણ જરૂરી છે. આ એવા સવાલો છે જે ઘણીવાર આ બ્લોગ ઉપર અથવા અંગત રીતે મને પૂછવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ એક પછી એક સવાલોના એક પછી એક જવાબ! સવાલ : i want to learn this. can u not start astrology teaching systematically on ur site.     જવાબ : આપ જ્યોતિષ વિષયમાં રસ ધરાવો છો અને શીખવા માગો છો તે જાણીને આનંદ થયો. આ બ્લોગ પર મે ‘જ્યોતિષ શીખો’ શ્રેણી શરૂ કરેલ જ છે. જેમાં પાયાથી અને પદ્ધત...