પોસ્ટ્સ

તુલા રાશિમા શનિ અને પનોતી

જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરૂ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે. શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરૂ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવ...

મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, આપ મારો વધુ એક લેખ 'આત્મકારક' મુંબઈ સમાચાર પંચાગ વિ.સં.૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)માં વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)માં આપ મારો 'ગુલિક' એ વિષય પરનો લેખ વાંચી શકશો. ગુલિક એ શનિનો ઉપગ્રહ છે. લેખમાં ગુલિકની ગણતરી કરવાની રીત આપીને ફળાદેશમાં તેના મહત્વ વિશે સમજાવેલ છે. ગુલિક અને માન્દિ વિશે પ્રવર્તતી મૂંઝવણ વિશે ચર્ચા કરેલ છે. ગુલિકનું બાર ભાવમાં ફળ, નૈસર્ગિક કારક ગ્રહો સાથેની તેની યુતિ અને તેના દ્વારા રચાતા રાજયોગ વિશે ચર્ચા કરેલ છે. આ ઉપરાંત ગુલિક દ્વારા કઈ રીતે આયુષ્યકાળ અને મારક દશાઓ કઈ રીતે નક્કી કરવી તે વિશે પણ ઉદાહરણ સહિત ચર્ચા કરેલ છે. આશા રાખું છુ જ્યોતિષરસિક મિત્રોને આ લેખ ઉપયોગી બનશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.

રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ

તા.૬.૬.૨૦૧૧ના રોજ રાહુએ વૃશ્ચિક રાશિમાં અને કેતુએ વૄષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ તા.૨૩.૧૨.૨૦૧૨ સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે ૧૮ મહિના સુધી ગોચર ભ્રમણ કરે છે. શનિ અને ગુરુ ઉપરાંત રાહુ-કેતુ મંદ ગતિથી ભ્રમણ કરતા હોવાથી અને એક રાશિમાં લાંબો સમય રહેતા હોવાથી તેમનું રાશિ પરિવર્તન અગત્યનુ બની રહે છે. રાહુ-કેતુનુ આ રાશિ પરિવર્તન બાર રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશા પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) રાહુ અષ્ટમસ્થાનમાં અને કેતુ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અચાનક અથવા અણધારી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વારસાગત અથવા શેર-સટ્ટાથી ધનલાભ થાય. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે. આમ છતાં ખર્ચાઓમાં વધારો થાય અને નાણાકીય ખેંચનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમ્યાન લોન લેવાથી અને શેરબજારમાં નવું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નોકરી બદલવાથી દૂર રહેવું. મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તેવું બની શકે...

ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ

દેવોના ગુરુ એવા બૄહસ્પતિએ તા.૮.૫.૨૦૧૧ના રોજ પોતાના મિત્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુ તા.૧૭.૫.૨૦૧૨ સુધી મેષ રાશિમાં ગોચર ભ્રમણ કરશે. તા.૩૦.૮.૨૦૧૧ થી તા.૨૬.૧૨.૨૦૧૧ સુધી વક્રી રહેશે. ગુરુનુ આ રાશિ પરિવર્તન સમગ્ર બ્રહ્માંડને પ્રભાવિત કરશે. ગુરુનુ આ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ. અહીં એ નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે. મેષ (અ, લ, ઈ) મેષ રાશિને ગુરુ લગ્નસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય વ્યક્તિગત વિકાસ સાધવાનો છે. સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિમાં વધારો થાય. પિતા, સંતાન અને પૌત્ર સાથેના મધુર સંબંધનો સ્વાદ ચાખી શકશો. જીવનસાથી સાથે લાગણીના બંધન મજબૂત બને. અપરિણીતોના લગ્ન શક્ય બને અને પરિણીતોને ત્યાં સંતાન જન્મ થવાની શક્યતા રહે. આર્થિક સ્થિતિ જળવાઈ રહે. સ્વપ્રયત્ને તથા ભાગ્યને આધારે એમ બંને રીતે કમાણી થાય. શેર-સટ્ટાથી લાભ રહે. નોકરી બદલી શકાય અથવા નોકરીમાં બદલી શક્ય બને. આનંદદાયક લાંબી મુસાફરીઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા થઈ શકે...

યોગકારક ગ્રહો અને રાજયોગ

યોગકારક ગ્રહો જ્યારે કોઈ ગ્રહ ત્રિકોણાધિપતિ હોવાની સાથે-સાથે કેન્દ્રાધિપતિ પણ હોય ત્યારે તે ગ્રહ જે-તે જન્મલગ્ન માટે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એ કુંડળીનો પરમ શુભફળદાયક ગ્રહ છે. તે જાતકને પ્રતિષ્ઠા, માન-સન્માન, આર્થિક સુખ-સમૃધ્ધિ, સફ્ળતા, ખ્યાતિ વગેરે અપાવે છે. તેના ફળનો આધાર કુંડળીમાં તેની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં સંબંધ પર રહેલો છે. વૃષભ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે. વૄષભ લગ્નમાં શનિ નવમ ત્રિકોણસ્થાનનો અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. તુલા લગ્નમાં શનિ ચતુર્થ કેન્દ્રસ્થાનનો અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. મકર અને કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે. મકર લગ્નમાં શુક્ર પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કુંભ લગ્નમાં શુક્ર ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કર્ક અને સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે. કર્ક લગ્નમાં મંગળ પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. સિંહ લગ્નમાં મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. અહીં જોઈ શકાય છે કે ફક્ત શનિ, શુક્ર અને મંગળ માટે જ યોગકારક ગ્રહ હોવુ...

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન

તુલાથી મીન જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે. તુલા લગ્ન સૂર્યઃ સૂર્ય એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. ચન્દ્રઃ ચન્દ્ર દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે. મંગળ: મંગળ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે સમ છે અને તેનુ શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રહો પર આધાર રાખે છે. પરંતુ આ બંને સ્થાનોનાં બેવડા સ્વામીત્વના કારણે મંગળ થોડુંઘણું અશુભ ફળ આપે છે. બુધઃ બુધ નવમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. ગુરુઃ ગુરુ તૃતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. શુક્રઃ શુક્ર પ્રથમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમસ્થાનના અધિપતિ હોવા છતાં લગ્નાધિપતિ હોવાથી શુભ છે. શનિઃ શનિ ચતુર્થ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને ત્રિકોણાધિપતિ હોવાથી શ...