પોસ્ટ્સ

યોગકારક ગ્રહો અને રાજયોગ

યોગકારક ગ્રહો જ્યારે કોઈ ગ્રહ ત્રિકોણાધિપતિ હોવાની સાથે-સાથે કેન્દ્રાધિપતિ પણ હોય ત્યારે તે ગ્રહ જે-તે જન્મલગ્ન માટે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એ કુંડળીનો પરમ શુભફળદાયક ગ્રહ છે. તે જાતકને પ્રતિષ્ઠા, માન-સન્માન, આર્થિક સુખ-સમૃધ્ધિ, સફ્ળતા, ખ્યાતિ વગેરે અપાવે છે. તેના ફળનો આધાર કુંડળીમાં તેની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં સંબંધ પર રહેલો છે. વૃષભ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે. વૄષભ લગ્નમાં શનિ નવમ ત્રિકોણસ્થાનનો અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. તુલા લગ્નમાં શનિ ચતુર્થ કેન્દ્રસ્થાનનો અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. મકર અને કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે. મકર લગ્નમાં શુક્ર પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કુંભ લગ્નમાં શુક્ર ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કર્ક અને સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે. કર્ક લગ્નમાં મંગળ પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. સિંહ લગ્નમાં મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. અહીં જોઈ શકાય છે કે ફક્ત શનિ, શુક્ર અને મંગળ માટે જ યોગકારક ગ્રહ હોવુ...

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન

તુલાથી મીન જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે. તુલા લગ્ન સૂર્યઃ સૂર્ય એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. ચન્દ્રઃ ચન્દ્ર દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે. મંગળ: મંગળ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે સમ છે અને તેનુ શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રહો પર આધાર રાખે છે. પરંતુ આ બંને સ્થાનોનાં બેવડા સ્વામીત્વના કારણે મંગળ થોડુંઘણું અશુભ ફળ આપે છે. બુધઃ બુધ નવમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. ગુરુઃ ગુરુ તૃતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે. શુક્રઃ શુક્ર પ્રથમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમસ્થાનના અધિપતિ હોવા છતાં લગ્નાધિપતિ હોવાથી શુભ છે. શનિઃ શનિ ચતુર્થ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને ત્રિકોણાધિપતિ હોવાથી શ...

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - મેષથી કન્યા લગ્ન

આપણે અગાઉના લેખમાં સ્થાનોના આધિપત્યના આધારે તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવા અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરી. તે સિદ્ધાંતો અનુસાર મેષથી કન્યા સુધીના જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે. મેષ લગ્ન સૂર્યઃ મેષ લગ્નમાં સૂર્ય પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. સૂર્ય નૈસર્ગિક ક્રૂર ગ્રહ હોવા છતાં મેષ લગ્નમાં ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપશે. ચન્દ્રઃ ચન્દ્ર ચતુર્થ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે. મંગળઃ મંગળ લગ્ન અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમેશ હોવા છતાં લગ્નસ્થાનનો સ્વામી હોવાથી શુભ ફળ આપે છે. બુધઃ બુધ તૄતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાય સ્થાનનો અધિપતિ હોવાથી બુધ અશુભ ફળ આપે છે. ગુરુઃ ગુરુ દ્વાદશ અને નવમ ભાવનો સ્વામી છે. દ્વાદશ એ તટસ્થ ભાવ છે અને બીજી રાશિ ત્રિકોણસ્થાનમાં પડતી હોવાથી ગુરુ શુભફળ આપે છે. આમ છતાં જ્યારે ગુરુ અશુભ ગ્રહો સાથે સંકળાયેલો હશે ત્યારે દ્વાદશ ભાવનો સ્વામી પણ હોવાથી અશુભ ફળ આપવાની શક્યતા રહે છે. શુક્રઃ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. દ્વિતીય સ્થાનના સ્વામી...

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો

ગ્રહોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો અને તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો શુક્ર, ગુરુ, એકલો અથવા શુભગ્રહોથી યુક્ત બુધ અને શુક્લ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક શુભ ગ્રહો છે. જ્યારે મંગળ, શનિ, સૂર્ય, રાહુ, કેતુ, પાપગ્રહોથી યુક્ત બુધ અને કૃષ્ણ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક અશુભ ગ્રહો છે. નૈસર્ગિક શુભ કે અશુભ ગ્રહો દરેક કુંડળીમાં સમાન રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો વ્યક્તિગત કુંડળીમાં ગ્રહ કોઈ ચોક્ક્સ સ્થાનનો સ્વામી થવાથી તેની નૈસર્ગિક શુભતા અથવા અશુભતામાં પરિવર્તન આવે છે અને તે તાત્કાલિક શુભ કે અશુભ બને છે. આમ તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો કુંડળીમાં ગ્રહોનાં સ્થાનોનાં આધિપત્યને આધારે નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક જન્મલગ્ન પરત્વે ગ્રહોની શુભતા અને અશુભતા બદલાતી રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવાં માટે મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કેટલાંક મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે જે નીચે મુજબ છે. ૧. જો નૈસર્ગિક શુભ (સૌમ્ય) ગ્રહ કેન્દ્રસ્થાનોનો (૧, ૪, ૭, ૧૦) સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક શુભતા ગુમાવે છે અને જો નૈસર્ગિક અશુભ (ક્રૂર) ગ્રહ ...

કારક

કારક એટલે સરળ ભાષામાં કહું તો કરનાર, ઘટાવનાર, બનાવનાર. આપણે ગ્રહો વિશેની લેખમાળામાં જોયું કે પ્રત્યેક ગ્રહ કોઈ ચોક્ક્સ વસ્તુ, બાબત કે વ્યક્તિ અંગેનો કારક ગ્રહ છે. દા.ત. શુક્ર એ લગ્નનો કારક છે અને મંગળ ભાઈનો કારક છે. આ તો થઈ ગ્રહોના કાયમી કારકત્વ અંગેની વાત. આ ઉપરાંત ગ્રહો ચોક્કસ બાબતો અંગેનાં કારક છે જે બાબતો તેમના રાશિના અંશના આધારે બદલાતી રહે છે. બદલાતાં રહેતાં કારકને ચર કારક અથવા જૈમિની કારક તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક રાશિ ૦ થી લઈને ૩૦ અંશ ધરાવે છે. ચર કારક ગ્રહો તેમની રાશિના અંશના આધારે નક્કી કરવામાં આવે છે. અહીં ગ્રહોની રાશિને ધ્યાનમાં લેવાતી નથી પરંતુ ફક્ત તેમનાં અંશના આધારે કારકત્વ નક્કી કરવામાં આવે છે. કુલ ૮ ચર કારક ગ્રહો હોય છે. ચર કારકમાં સૂર્યથી લઈને રાહુ સુધીના ૮ ગ્રહોનો સમાવેશ કરવામાં આવે છે. કેતુ મોક્ષનો કારક હોવાથી ચર કારકની ગણતરીમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી. ૧. કુંડળીમાં સૌથી વધુ અંશ ધરાવનાર ગ્રહ આત્મકારક કહેવાય છે. આત્મકારક બનનાર ગ્રહ જાતકના આત્માનો કારક હોય છે. ૨. ત્યાર બાદ ઉતરતાં ક્રમમાં આત્મકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ અમાત્યકારક કહેવાય છે. અમાત્...

વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના

છબી
ભોજનકક્ષ એ ઘરની એ જગ્યા છે જ્યાં પરિવારના સભ્યો સાથે મળીને ભોજન કરે છે અને હળવાશની પળોને માણે છે. આ જ જગ્યા છે જ્યાં મહેમાનોની આવભગત કરી તેમને ભોજન પીરસવામાં આવે છે. ભોજન કરતી વખતે ભોજનકક્ષના વાતાવરણની અસર મન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષનું વાતાવરણ કઈ રીતે હળવાશભર્યુ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવી શકાય તે જોઈએ. * ભોજનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વોત્તમ છે. આ સિવાય પૂર્વ દિશામાં ભોજનકક્ષ બનાવી શકાય. ભોજનકક્ષ અને રસોઇઘર ઘરનાં એક જ માળ પર અને એકબીજાથી નજીક હોવા જોઇએ. * ભોજનકક્ષનું દ્વાર અનુકૂળતા મુજબ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશાએ રાખી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય પ્રવેશદ્વાર અને ભોજનકક્ષનું દ્વાર એકબીજાની સામે આવતાં ન હોય. * ડાઈનિંગ ટેબલ ભોજનકક્ષની મધ્યમાં ગોઠવવું જોઈએ. દિવાલોને સ્પર્શીને રહે તે રીતે ન રાખવું જોઈએ. * બીમની નીચે બેઠકવ્યવસ્થા ન આવે તેનું ધ્યાન રાખવું. * દિવાલ સાથે જોડાયેલું ફોલ્ડીંગ ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ. * ચોરસ અથવા લંબચોરસ આકારનું ડાઈનિંગ ટેબલ શ્રેષ્ઠ ગણાય છે. ગોળ, અંડાકાર કે અન્ય આકારના ડાઈનિંગ ટેબલનો ઉપયોગ યોગ્ય ગણાતો નથી. * ભોજ...

વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના

છબી
ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ. * ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય. * વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય. * જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય. * સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ. * પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય. * પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય. * પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે. * જો ઘરમાં અલગ પૂજ...