પોસ્ટ્સ

મકરમાં શનિ-મંગળ યુતિ - કોરોના વાયરસ

છબી
આજે 22 માર્ચ, 2020ના રોજ મંગળ મહારાજે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મંગળ અને શનિની યુતિ રચાઈ છે. શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાનમાં ચાલી રહેલાં કોરોના વાયરસના પ્રકોપ વિશેની જ્યોતિષિક જાણકારી મેળવવા નીચે આપેલ વિડીયો જુઓ.  22 માર્ચ, 2020ના મંગળના મકર રાશિ પ્રવેશ સાથે રચાનારી શનિ અને મંગળની યુતિનો પ્રભાવ તેમજ વર્તમાન કોરોના વાયરસના પ્રકોપ ....

સૂર્યના મીન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦

છબી
આજે 14 માર્ચ, 2020ના રોજ સવારે 11.55 કલાકે સૂર્ય મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાં જઈ રહ્યાં છે. સૂર્યના મીન રાશિમાં ગોચર ભ્રમણનો પ્રભાવ કેવો રહેશે? બાર જન્મરાશિઓ/જન્મલગ્નને કેવું ફળ મળશે? જાણો અને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો 

મેષના શુક્રનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦

છબી
આજે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ શુક્ર મહારાજે પોતાની ઉચ્ચ રાશિ મીનમાંથી મંગળનું સ્વામીત્વ ધરાવતી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું મેષમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જાણો.

યુટ્યુબ ચેનલ - Vinati's Astrology

છબી
પ્રિય મિત્રો, ગુજરાતીમાં જ્યોતિષને લગતાં વિડીયોઝ જોવાં માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને મારી યુટ્યુબ ચેનલ 'Vinati's Astrology' ની મુલાકાત લો. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન હિટ કરવાનું ભૂલશો નહિ :) આભાર YouTube: Vinati's Astrology

વૃષભ રાશિનો શુક્ર અને પ્રેમ

છબી
જો તમારા કે તમારા પ્રિયજનની કુંડળીમાં શુક્રની સાથે ૨ નો અંક લખેલો હોય તો વૃષભ રાશિમાં શુક્ર પડ્યો છે તેમ કહેવાશે. વૃષભ રાશિમાં પડેલાં શુક્રના જાતકોની પ્રેમ પ્રકૃતિ અને પ્રેમ વ્યવહાર જાણવા માટે આ વિડીયો મદદરૂપ બનશે.

મેષ રાશિનો શુક્ર અને પ્રેમ

છબી
મિત્રો , વેલેન્ટાઈન્સ ડેના પ્રેમથી વધુ ઉત્તમ વિષય ક્યો હોઈ શકે ? આ સાથે જ અહીં મારા પહેલો યુટ્યુબ વિડિયો ‘ મેષ રાશિનો શુક્ર અને પ્રેમ ’ શેર કરી રહી છું. આગળ ઉપર વૃષભ , મિથુન વગેરે બારેય રાશિઓમાં શુક્ર અને પ્રેમ વિષય પરના તેમજ જ્યોતિષને લગતાં અન્ય વિષયોના વિડિયો પણ પોસ્ટ કરીશ. જો આપને આ વિડિયો ગમે તો લાઈક , શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. પ્રેમના વારે એટલે કે શુક્રવારે આવેલો પ્રેમનો દિવસ સૌના જીવનને પ્રેમથી ભરી દે તેવી હાર્દિક શુભેચ્છાઓ!!  

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે.   નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિ...