પોસ્ટ્સ

ચાતુર્માસ

ચોમાસું શબ્દ ક્યાંથી આવ્યો હશે ? ચોમાસું એટલે કે - ચૌમાસું. ચૌ એટલે ચાર અને માસું એટલે કે માસ અને આમ ચોમાસું એટલે કે ચાતુર્માસ. અષાઢ માસની શુક્લ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ એકાદશી દેવશયની , હરિશયની અને પદ્મનાભાનાં નામથી પણ ઓળખાય છે. ચાતુર્માસની અવધિ કાર્તિક માસની શુક્લ એકાદશી સુધી રહે છે. જેને દેવઉઠી , દેવોત્થાની કે હરિપ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં રાજા બલિના દ્વાર પર અનંત શૈયા પર શયન કરે છે. આથી આ ચાર મહિનાની અવધિ દરમિયાન માંગલિક કે શુભ કાર્યો જેવાં કે વિવાહ , ઉપનયન , દિક્ષાગ્રહણ , ગૃહપ્રવેશ , યજ્ઞ , ગોદાન , પ્રતિષ્ઠા વગેરે વર્જિત છે. સૂર્યના કર્ક રાશિ પ્રવેશ સાથે આરંભ થનાર ચાતુર્માસ સૂર્યના તુલા રાશિ પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. એ સાથે જ ભગવાન શ્રી વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદ માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં હરિ શબ્દ સૂર્ય , ચંદ્ર , વિષ્ણુ , વાયુ વગેરે અનેક અર્થોમાં પ્રયોજાયેલો છે. હરિશયન અર્થાત આ ચાર માસ દરમિયાન વાદળ અને વરસાદને લીધે સૂર્ય અને ચંદ્રનું તેજ ક્ષીણ થ...

સંદેશ પંચાંગ વિ. સં. 2075-76 (ઈ.સ. 2018-19-20)

છબી
સામાન્ય રીતે ટીનેજર સંતાનનાં માતા કે પિતા કુંડળી જોવડાવવાં આવે એટલે એક પ્રશ્ન અચૂક આવે , “ મારા બાળકના મિત્રો કેવાં છે ?”   તેમને બાળકના મિત્રોની સોબતની ચિંતા સતાવતી હોય છે. મોટાં થયા પછી આપણને સૌ કોઈને મિત્રોની સોબત વગરનું જીવન અધૂરું લાગતું હોય છે. જો કે દરેક લોકો એટલાં ભાગ્યશાળી હોતાં નથી. ઘણીવાર કોઈક નજીકના મિત્રએ આપેલ દગો કે વિશ્વાસઘાત કે પછી છૂટી ગયેલી - તૂટી ગયેલી મૈત્રીનું દર્દ શૂળની જેમ ભોંકાતું હોય છે. કેવાં રહેશે તમારાં મિત્રો અને તમારા મૈત્રી સંબંધો ? આ જ વિષય પર સંદેશ પંચાંગ વિ.સં. 2075-76 માં મારો લેખ પ્રસિદ્ધ થયેલ છે. વાંચો અને વંચાવો તમારા મિત્રોને !!

જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020)

છબી
પ્રિય મિત્રો, જન્મભૂમિ પંચાંંગ વિ.સં 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020) માં મારો 'માનસશાસ્ત્ર અને જ્યોતિષ' વિષય પરનો લેખ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત લેખમાં માનસશાસ્ત્રના આધારે કુંડળીનું વિશ્લેષણ કરીને મનની વૃતિઓ ઓળખતાં સમજાવેલ છે. જરૂર પડે ત્યાં ઉદાહરણ કુંડળીઓ આપી ચર્ચા કરેલ છે. સ્વની ઓળખ અને વ્યક્તિત્વના વિકાસ માટે આ લેખ ઉપયોગી બની રહેશે તેવી આશા રાખું છુ. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. આભાર

જોશીનું ટીપણું - 4

છબી
ઘણીવાર પ્રશ્ન થાય કે જીવનમાં દરેક વસ્તુ ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થવાની હોય તો સાધના શાં માટે કરવી ? શાં માટે તપ કરવું ? કહેવાય છે ને કે એની મરજી વગર તો પાંદડું પણ નથી હલતું , તો પછી આપણી સાધના કર્યે શું વળે ? આ પ્રશ્ન સમજના અભાવને લીધે કે પ્રમાદને લીધે આપણું મન પેદા કરે છે. હકીકતમાં સાધના એ આપણે ઈશ્વરને પાડેલો સાદ છે અને કૃપા એ ઈશ્વરે આપેલો પ્રતિસાદ છે. જો સાદ જ નહિ પાડો તો પ્રતિસાદ ક્યાંથી સાંપડશે ? દ્વાર જ નહિ ખટખટાવો તો ઉઘડશે ક્યાંથી ? સાદી અને સીધી વાત છે કે જે દ્વાર નથી ખટખટાવતાં એ અંદર પ્રવેશ કરવાની ઈચ્છા પણ નથી ધરાવતાં. સાધના એ આપણે આપણી જાતને ઈશ્વરની કૃપાને લાયક અને તત્પર બનાવી હોવાની નિશાની છે અને ત્યારબાદ સિદ્ધિરૂપી દ્વાર ઉઘડતાં વાર નથી લાગતી. સાધના અને કૃપા અલગ કે વિરોધી નથી. સાધના એ આપણે અધ્યાત્મપથ પર કરેલી ચાલવાની શરૂઆત છે અને ઈશ્વરની કૃપા એ આપણી મંઝિલ !! ક્યાંક પહોંચવા માટે ચાલવાની શરૂઆત તો કરવી જ પડે. 

લઘુપારાશરી સિદ્ધાંત – 22 થી 42 સૂત્ર

લઘુપારાશરી ગ્રંથમાં ફળ જ્યોતિષ સંબંધી 42 સૂત્રો આપેલાં છે. આ અગાઉ આપણે 1 થી 21 સૂત્ર જોઈ ગયા છીએ. શેષ 22 થી 42 સૂત્રો કોઈ ટીકા કે મૂળ શ્લોક વગર નીચે મુજબ છે. 22. જો નવમેશ જ અષ્ટમેશ પણ હોય , તથા જો દસમેશ જ એકાદશેશ પણ હોય તો આ પ્રકારે નવમેશ અને દસમેશના સંબંધમાત્રથી જ રાજયોગનો લાભ પ્રાપ્ત થતો નથી. 23.   લગ્નથી અષ્ટમ અને તૃતીય (આઠમાંથી આઠમું) એ બંને આયુષ્યના સ્થાનો છે. આ બંને સ્થાનોનાં વ્યયસ્થાન (અર્થાત લગ્નથી સપ્તમ અને દ્વિતીય) એ મારક સ્થાનો કહેવાય છે. 24/25. દ્વિતીય અને સપ્તમ મારક સ્થાનોમાં દ્વિતીય સ્થાન એ સપ્તમ સ્થાન કરતાં વધુ બળવાન મારક સ્થાન છે. મારક સ્થાનમાં પાપગ્રહ હોય અને મારકેશથી યુક્ત હોય તો તેમની દશાઓમાં જાતકનું મૃત્યુ થાય છે. આ અસંભવ હોય (અર્થાત મારકસ્થાનમાં કોઈ પણ પાપગ્રહ ન હોય , તથા મારકેશની સાથે પણ કોઈ પાપગ્રહ ન હોય) ત્યારે લગ્નથી દ્વાદશાધીશ ગ્રહની દશામાં મારકેશની અંતર્દશામાં મરણ થાય છે. 26/27. કદાચિત ઉપરોક્ત મારકેશોના (અર્થાત મારકસ્થાનમાં સ્થિત પાપગ્રહ , મારકેશ અને દ્વાદશેશ) દશા સમયમાં મૃત્યુ ન થાય તો   વ્યયેશ સાથે સંબંધિત શુભગ્રહોની દશામાં અન...

લઘુપારાશરી સિદ્ધાંત – 1 થી 21 સૂત્ર

લઘુપારાશરી સંસ્કૃત શ્લોકોથી સમાવિષ્ટ લઘુ ગ્રંથ છે. મહર્ષિ પરાશર રચિત ‘ બૃહત પરાશર હોરા શાસ્ત્ર ’ ને વિસ્તૃત રીતે સમજીને , તેમાંથી સાર ગ્રહણ કરીને તેમનાં શિષ્યએ ‘ ઉડુદાય પ્રદીપ ’ નામના ગ્રંથની રચના કરી. જે પાછળથી ‘ લઘુપારાશરી ’ ના નામે પ્રચલિત થયો. લઘુપારાશરીમાં 42 શ્લોક છે , જે પાંચ અધ્યાયમાં વિભાજીત છે. આ 42 સૂત્ર મૂળ શ્લોક કે ટીકા વગર નીચે મુજબ છે. 1. વાદ-પ્રતિવાદથી સિદ્ધ છે નિશ્ચય જેમનો એવાં વેદાંતમાં પ્રતિપાદિત બ્રહ્માના અંત:પુરમાં રહેનાર અરુણ વર્ણ અધર ધરાવનાર વીણા ધારણ કરેલ તેજોવિશેષની અમે ઉપાસના કરીએ છીએ. અર્થાત શ્રી સરસ્વતીજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. 2. અમે અમારી બુદ્ધિ અનુસાર જ્યોતિષીઓની પ્રસન્નતા અર્થે મહર્ષિ પરાશર રચિત હોરાશાસ્ત્ર અનુસાર “ ઉડુદાયપ્રદીપ” નામક ગ્રંથની રચના કરીએ છીએ.   3. અહીં અમે નક્ષત્ર દશા અનુસાર જ શુભ-અશુભ ફળ કહીશું. આ ગ્રંથ અનુસાર ફળ કહેવામાં વિશોંત્તરી દશાને જ ગ્રહણ કરવી જોઈએ. અષ્ટોત્તરી દશા અહીં ગ્રાહ્ય નથી. 4. વિદ્વાનોએ સામાન્યશાસ્ત્રથી ભાવ આદિ ફલિત જ્યોતિષિક સંજ્ઞાઓને જાણી લેવી જોઈએ. આ શાસ્ત્રમાં વિશેષ સંજ્ઞાઓ જણાવવામાં આવશે....

રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ

છબી
‘ રામ ’ શબ્દ એ એક ચમત્કારી મંત્ર છે. સામાન્ય રીતે લોકો મળે ત્યારે એકબીજાને ‘ રામ રામ ’ કે ‘ જય શ્રી રામ ’ કહે છે. સાહજિક રીતે બોલાતાં આ ‘ રામ ’ શબ્દ કે મંત્રમાં આધ્યાત્મિક પ્રગતિ કરાવવાની તાકાત છૂપાયેલી છે. દરરોજ રામ નામનો જપ કરવાથી દરેક પ્રકારની મૂશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.  તુલસીદાસજી રચિત રામચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. તુલસીદાસજી મંત્ર રચયિતા હતા અને રામચરિત માનસની દરેક ચોપાઈ મંત્રની જેમ સિદ્ધ છે. આ ચોપાઈઓના નિયમિત અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી ઈચ્છિત હેતુની પ્રાપ્તિ થાય છે. નીચે કેટલીક ચોપાઈઓ આપેલ છે જેના પઠનથી જે-તે હેતુની પ્રાપ્તિ થઈ શકે છે.    રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ હેતુ: साधक नाम जपहिं लय लाएं ।   होहि सिद्धि अनिमादिक पाएं ।। ધન સંપતિ પ્રાપ્તિ હેતુ: जे सकाम नर सुनहिं जे गावहिं ।   सुख सम्पत्ति नानाविधि पावहिं લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ: जिमि सरिता सागर मंहु जाही ।   यद्यपि ताहि कामना नाहीं ।।   तिमि सुख संपत्ति बिनहि बोलाएं । धर्मशील पहिं जहि ...