પોસ્ટ્સ

ધીરે સબ કુછ હોય

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય ‍‍‍- કબીર પ્રકૃતિ આપણને ધીરજનો પાઠ શીખવે છે. પ્રકૃતિમાં દરેક ઘટના એના નિશ્ચિત સમયે અને નિશ્ચિત નિયમ અનુસાર ઘટે છે અને એ જ તો આ સમગ્ર બ્રહ્માંડનો શાશ્વત નિયમ છે. આપણે જ્યારે આ નિયમ જાણી લઈએ છીએ ત્યારે આપોઆપ ધીરજનો પ્રથમ પાઠ શીખી લઈએ છીએ.   ધીરજ એટલે શું ? ધીરજ એટલે પોતાના કર્મ , આવડત અને પ્રતિભામા શ્રદ્ધા ધરાવવી. ધીરજ એટલે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરે આપણાં માટે ઘડેલી યોજનામા શ્રદ્ધા ધરાવવી. બુદ્ધિ શંકા પેદા કરે છે. હૃદય શ્રધ્ધા પેદા કરે છે. ધીરજ ગુમાવવી એટલે કે પોતાની જાત પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે શંકા પેદા કરવી. ધીરજ ગુમાવવી એટલે ખુદમાંથી અને ખુદામાંથી શ્રદ્ધા ગુમાવવી. ધીરજ એટલે રાહ જોવી , અડગ રહેવુ , મથ્યા કરવુ. ધીરજ એટલે કશુંક પ્રાપ્ત કરવા માટે કરાતી તપસ્યા અને સાધના. ધીરજ એટલે સંપૂર્ણતાનો આગ્રહ . ધીરજ એટલે બારીકી અને ચોકસાઈનો આગ્રહ. ધીરજ એટલે શ્રેષ્ઠનું નિર્માણ. ધીરજ એટલે કશુંક ચલાવી લેતાં , ફવડાવી લેતાં , સમાધાન કરાવી લેતાં કરાતો ઈન્કાર. ધીરજ ગુમાવવી એટલે સુખની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં કરાતી ...

ગ્રહોના પારસ્પારિક સંબંધો

છબી
જ્યોતિષ શીખવું એટલે કે જાણે નવી ભાષા શીખવી. જ્યોતિષમાં એવાં કેટલાંય શબ્દોનો પ્રયોગ થાય છે જેનો ઉપયોગ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં કરતાં નથી. આજે એવાં જ કેટલાંક શબ્દોનો અર્થ સમજીએ જે ગ્રહોના પારસ્પારિક સંબંધને વર્ણવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રહોનો પારસ્પારિક સંબંધ કુંડળીમા તેમની ભાવગત સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ કુંડળી – સ્વામી વિવેકાનંદ યુતિ યોગ (1-1): જ્યારે બે ગ્રહો એક જ સ્થાનમાં સ્થિત હોય ત્યારે તેઓ વચ્ચે યુતિ થઈ છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં શુક્ર અને બુધ એક જ સ્થાનમાં પડ્યા છે. તે જ રીતે શનિ અને ચંદ્ર પણ એક જ સ્થાનમાં સ્થિત છે. આથી શુક્ર-બુધની યુતિ તેમજ શનિ-ચંદ્રની યુતિ થઈ છે તેમ કહેવાય. યુતિ યોગમાં રહેલાં ગ્રહો જાણે કે એકબીજા સાથે ભળી જાય છે . તેમની ઉર્જા સંગઠિત થઈ જાય છે અને બંને સાથે મળીને વર્તે છે. યુતિ યોગનુ ફળ શુભ મળશે કે અશુભ તેનો આધાર યુતિ યોગમાં ક્યાં ગ્રહો સંકળાયેલા છે અને તે ગ્રહો સંબંધિત અન્ય બાબતો પર રહેલો છે. દ્વિર્દ્વાદશ યોગ (2 -1 2): જ્યારે એક ગ્રહ બીજા ગ્રહથી દ્વિતીય ભાવમાં સ્થિત હોય અને બીજો ગ્રહ પહેલાં ગ્રહથી દ્વાદ...

પ્રેમ, આકર્ષણ અને મૈત્રીના યોગો

આવતીકાલે વેલેન્ટાઈન્સ ડે છે ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે થતા પ્રેમ, આકર્ષણ અને મૈત્રીની ચર્ચાથી વધુ યોગ્ય વિષય કયો હોય શકે? તો ચાલો જોઈએ કે કુંડળીમાં રહેલા ક્યાં યોગોને લીધે એક સ્ત્રી અને પુરુષ પરસ્પર પ્રેમ અને આકર્ષણ અનુભવે છે. સામાન્ય રીતે નીચે વર્ણવેલ યોગો લગ્ન મેળાપક કરતી વખતે વિદ્વાન જ્યોતિષી અચૂક તપાસે છે. ઘણીવાર લોકો પૂછતાં હોય છે કે મારે કઈ રાશિ સાથે મેળ રહે? કઈ રાશિની વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ? હકીકતમાં એક સાથીની પસંદગી રાશિ ઉપરાંત અન્ય ઘણી બાબતોની વિચારણા માગી લે છે. લગ્ન મેળાપક એ રાશિ, ગુણાંક, મંગળદોષ કે નાડીદોષ પૂરતું સીમિત નથી. એ એક અતિ ચોકસાઈ, કુશળતા અને કાળજી માગી લેતું કાર્ય છે. એ માટે જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ, શાસ્ત્રના મૂળભૂત નિયમો અને અપવાદોની સમજ, વિદ્વતા, બુદ્ધિચાતુર્ય અને વેધક દ્રષ્ટિ હોવી જરૂરી છે. તેમાં ઉપરછલ્લાં કે ઉતાવળિયા નિર્ણયો ક્યારેય ન ચાલી શકે. સ્ત્રી અને પુરુષની કુંડળીને એકબીજા પર રાખીને એકની કુંડળીમાં રહેલા ગ્રહો બીજાની કુંડળીમાં કઈ રીતે પડ્યા છે તે જોવાથી બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રેમ, આકર્ષણ અને મૈત્રીનું સાચું ચિત્ર બહાર આવે છે. જયારે ...

ભૂલ – આધ્યાત્મિક વિકાસનું પગથિયું

બે પ્રકારના આત્માઓ ક્યારેય ભૂલ નથી કરતા. એક કે જેઓ આ પૃથ્વી પર હજુ અવતર્યા નથી અને બીજા એ કે જેઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ ચૂક્યા છે. જો તમે ભૂલ કરી હોય અને તમને એનો અફસોસ હોય તો ખુશી મનાવો કે તમે આ પૃથ્વી પર હાજરા હજૂર છો અને જીવિત છો! આત્મા શા માટે આ પૃથ્વી પર જન્મ લે છે? દરેક આત્મા એક ચોક્કસ પાઠ શીખવા માટે પૃથ્વી પર અવતર્યો હોય છે. આત્માએ શીખવા માટે નક્કી કરેલો પાઠ કુંડળીમાં રહેલા આત્મકારક ગ્રહ પરથી જાણી શકાય છે. એ પાઠ શીખીને, આધ્યાત્મિક પ્રગતિ સાધીને, ઈશ્વરની વધુ નજીક સરકવું અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરવી એ દરેક આત્માનુ અંતિમ લક્ષ્ય હોય છે. ભૂલો એ હંમેશા પાઠ શીખવાનો ભાગ હોય છે અને ભાગ્ય સાથે જોડાયેલી હોય છે. ભૂલ એટલે શું? એક એવું કર્મ કે જે કરી રહ્યા હોય ત્યારે એનો બિલકુલ એહસાસ નથી હોતો અને જે પાછળથી પીડા અને વેદના લઈને આવે છે. ક્યારેક નોકરી ગુમાવવાની વેદના તો ક્યારેક સંબંધ ગુમાવવાની વેદના, ક્યારેક પૈસા તો ક્યારેક પ્રતિષ્ઠાની હાનિ, તો ક્યારેક જીવ સુદ્ધા ગુમાવીને ભૂલની પીડા ભોગવવી પડે છે. જીવનમાં આવતી દરેક વેદના એ સાધનાની શરૂઆત માટે પ્રસ્તાવ લઈને આવે છે. પીડા, વેદના, દુઃખ, ત...

ગ્રહો અને વિદ્યાભ્યાસ

विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम् । पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥   વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. જન્મકુંડળીમાં ચતુર્થસ્થાન વિદ્યાભ્યાસ અને પંચમસ્થાન બુદ્ધિનો નિર્દેશ કરે છે. વિદ્યાભ્યાસ અને બુદ્ધિમત્તાને નજીકનો સંબંધ છે. આથી વિદ્યાભ્યાસનુ આકલન કરવા માટે ચતુર્થ અને પંચમસ્થાન અગત્યના બની રહે છે. આ ઉપરાંત નવમસ્થાન ઉચ્ચ અભ્યાસનો નિર્દેશ કરે છે. કુંડળીમાં દ્વિતીયસ્થાન વાણી અને મા સરસ્વતીનું છે. આથી અભ્યાસ અને જ્ઞાનની પ્રાપ્તિ અર્થે દ્વિતીયસ્થાન પણ અગત્યનું બની રહે છે. આમ વિદ્યાભ્યાસનો વિચાર કરવા માટે દ્વિતીય, ચતુર્થ, પંચમ અને નવમ ભાવને ધ્યાનમાં લેવા આવશ્યક છે. આ સ્થાનોના અધિપતિઓ તેમજ આ સ્થાનોમાં રહેલા ગ્રહોને લક્ષમાં લેવાના રહે છે. નવેય ગ્રહોમાં ગુરુને વિદ્યાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. બુધને બુદ્ધિનો કારક ગ્રહ ગણવામાં આવે છે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ માટે ગુરુ અને બુધનુ બળ આવશ્યક છે. ક્યાં ગ્રહો ક્યાં પ્રવાહ કે ક્ષેત્રમાં અભ્યા...

જ્યોતિષ અને કવિતા

મારા ગમતાં કવિઓમાંના એક છે શ્રી વિપિન પરીખ. અછાંદસ કાવ્યો માટે પ્રખ્યાત એવા શ્રી વિપિન પરીખના કાવ્યોમાં સંવેદનશીલતા, કટાક્ષ અને વેદનાનો સુભગ સમન્વય જોવા મળે છે. ખાસ કરીને તેમના કાવ્યોનો અંત ચોટદાર જોવા મળે છે. શ્રી વિપિન પરીખના કાવ્યોમાં જ્યોતિષ કે જ્યોતિષ સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ઘણીવાર જોવા મળે છે. આથી લાગે છે કે કવિશ્રી જરૂર જ્યોતિષ વિષયમાં રસ કે અભ્યાસ ધરાવતા હશે. આજે જ્યોતિષના વાંચનને બાજુ પર રાખીને તેમની થોડી ચૂંટેલી કવિતાઓ માણીએ  J અવદશા વાવાઝોડું તો પસાર થઈ જશે સમય પડખું પણ બદલશે , શનિ દશા , રાહુ અંતરદશા જશે ને ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં , વાદળો તો ખસશે આકાશમાંથી ; પણ સૂરજના ઊગવામાં હું શ્રદ્ધા ખોઈ બેસીશ તો ? શાણા માણસો કહે છે: બધું ઠીક થઈ જશે થોડા સમયમાં , પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો ? - વિપિન પરીખ બિછાનામાં પ્રત્યેક ક્ષણે દીકરી મોટી થતી જાય છે પ્રત્યેક ક્ષણે એની આંખો કોરી થતી જાય છે. માને આજીજી કરે છે : ‘મા, મારા માટે મુરતિયો લાવ, કોઈ પણ...!’ મા બારણાં ખટખટાવતી જ રહી. મહેલોનાં પણ, હવે ચાલીઓનાં પ...

નવગ્રહ કવચ

નવગ્રહ કવચના પાઠ આત્મરક્ષા હેતુ કરવામાં આવે છે. નિયમિત અને શ્રદ્ધાપૂર્વક આ કવચના પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. નિ : સંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક જગ્યાએ રક્ષણ મળી રહે છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે. બ્રહ્મોવાચ । શિરો મે પાતુ માર્તાણ્ડો કપાલં રોહિણીપતિઃ । મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનન્દનઃ । બુદ્ધિં જીવઃ સદા પાતુ હ્રદયં ભૃગુનન્દનઃ । જઠરં ચ શનિ: પાતુ જીહ્વાં મે દિતિનન્દનઃ । પાદૌ કેતુ: સદા પાતુ વારાઃ સર્વાઙમેવ ચ । તિથયોઙ્ષ્ટૌ દિશઃ પાન્તુ નક્ષત્રાણિ વપુઃ સદા । અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ । ગુહ્યં લિઙગં સદા પાન્તુ સર્વે ગ્રહા: શુભપ્રદા: । અણિમાદીનિ સર્વાણિ લભતે ય: પઠેદ્ ધ્રુવમ્ ।। એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયેત: સુધી: । સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવે‌ત્‌ ।। અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્ । દારાર્થી લભતે ભાર્યાં સુરુપાં સુમનોહરામ્ । રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યે‌ત બન્ધના‌ત્‌ । જલે સ્થલે ચાન્તરિક્ષે કારાગારે વિશેષત: । ...