પોસ્ટ્સ

આકાશ પરિચય

પૃથ્વી અને બાકીનાં ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે છે. વિજ્ઞાનની આ પરિભાષાને Heliocentric model કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે અને સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ પરિકલ્પનાને Geocentric model કહેવામાં આવે છે. જ્યોતિષને સમજવાં માટે ભારતીય જ્યોતિષની આ પરિકલ્પના સમજવી જરૂરી છે. પૃથ્વી પોતાની ધરી પર સતત ભમરડાંની જેમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી રહે છે અને ૨૪ કલાકની અંદર પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાને લીધે પૃથ્વી પરથી જોનારને સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમી જતો દેખાય છે. આપણે ટ્રેનમાં બેઠાં હોઇએ અને જે રીતે બહાર માર્ગ પર સ્થિર ઉભેલાં વૃક્ષો ટ્રેનની વિરૂધ્ધ દિશામાં જતાં દેખાય છે તે જ રીતે પૃથ્વી પરથી નિરિક્ષણ કરતાં સૂર્ય અને બીજાં સ્થિર તારાઓ પૃથ્વીનાં ભ્રમણની વિરૂધ્ધ દિશા એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં દેખાય છે. આકાશમાં જુદાં-જુદાં સ્થિર તારક વૃંદો રહેલાં છે. તારાઓના આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઇ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પરથી બાર ...

જ્યોતિષ પરિચય

જ્યોતિષ શબ્દની સંધિ છૂટી પાડીએ તો જ્યોતિ + ઈશ થાય. અર્થાત ઈશ્વરની જ્યોતિ. જ્યોતિનું કામ છે પ્રકાશ પાથરવાનું. જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ આપણે આપણી સામાન્ય આંખો વડે સામાન્ય પ્રકાશમાં જોઈ શકતાં નથી તે ઈશ્વરની જ્યોતિ એટલે કે જ્યોતિષની મદદ વડે જોઈ શકાય છે. જ્યોતિષ એ જ્યોત પ્રગટાવનાર વિજ્ઞાન છે, ઈશ્વરની નજીક લઈ જતું શાસ્ત્ર છે. જ્યોતિષ એ વેદોનું એક અંગ છે. વેદ એ સદીઓ પુરાણા પવિત્ર ગ્રંથો છે જેમાં તમામ વિષયોનું જ્ઞાન છુપાયેલું છે. વેદોમાં છુપાયેલાં આ જ્ઞાનને સમજવાં માટે અમુક ચોક્કસ વિષયો શીખવા જરુરી છે. આ વિષયો વેદાંગ એટલે કે વેદોનાં અંગ તરીકે ઓળખાય છે. વેદનાં કુલ છ અંગ છે. ૧. જ્યોતિષ ૨. વ્યાકરણ ૩. શિક્ષા ૪. નિરુક્ત ૫. કલ્પ ૬. છંદ. આ છ અંગોમાં જ્યોતિષને વેદનાં ચક્ષુ ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ચક્ષુ આપણાં શરીરનું મહત્વનું અંગ છે અને તેનાં વગર આપણી દુનિયા અંધકારમય છે. તે જ રીતે જ્યોતિષ એ વેદોનું મહત્વપૂર્ણ અંગ છે અને તેને સમજ્યાં વગર ગહન જ્ઞાનની પ્રાપ્તિ થવી અસંભવ છે. જ્યોતિષની ત્રણ પ્રમુખ શાખાઓ છે. ૧. સિધ્ધાંત - સિધ્ધાંત એટલે કે નિયમ. આ શાખા જ્યોતિષનાં ગણિત વિભાગને આવરે છે. ગ્રહોની સ્થ...

કન્યા રાશિમાં શનિ અને પનોતી

જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરુ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે. શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરુ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવને કં...

ગોચરમાં વક્રી બુધ

આજકાલ મારું કોમ્પ્યુટર મને હેરાન કરી રહ્યું છે અને મને કાન ખેંચીને યાદ અપાવી રહ્યું છે કે અત્યારે બુધ વક્રી છે! તો ચાલો જાણીએ કે ગોચરમાં વક્રી થયેલો બુધ આપણી જીદંગીને કઈ રીતે અસર પહોંચાડી શકે. સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે વક્રી થવું એ હકીકતમાં શું છે. વક્રી થવું એટલે કે પાછા ફરવું. ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો 'દેખાય' તેને ગ્રહ વક્રી થયો કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતા આપણને દ્રષ્ટિ ભ્રમ થાય છે કે ગ્રહ પાછળ જઈ રહ્યો છે. આ દ્રષ્ટિ ભ્રમ આપણને પૃથ્વી અને બીજા ગ્રહોની સૂર્ય આસપાસ ફરવાની ગતિને લીધે થાય છે. બુધ એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે. આ એ સમય છે જ્યારે બુધ સૌનું ધ્યાન ખેંચી ગ્રહમંડળમાં પોતાની હાજરી પૂરાવે છે. બુધ એ સંદેશાવ્યવહાર, વેપાર-વાણિજ્ય, મુસાફરી, વાણી, વિચાર, અભિવ્યક્તિ, લેખન અને પ્રકાશનનો કારક છે. જ્યારે જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે આ બધાંને અવળી અસર પહોંચે છે. બુધ જ્યોતિષિક મેસેન્જર છે અને જ્યારે પણ વક્રી થાય છે ત્યારે બહારની દુનિયા સાથેનાં આપણાં સંદેશાઓની આપ-લે ખોરવી નાખે છે. તમારાં લખેલાં પત્રો, સંદેશાઓ, ઈ-મ...

પનોતી

જ્યારે નાનું બાળક ચાલતાં શીખતું હોય અને અચાનક મા તેનો હાથ છોડી દે ત્યારે બાળક જે અસહાયતા અને અસલામતી અનુભવે તેવો જ કંઇક અનુભવ આપણને પનોતી કરાવે છે. બાળક સમજતું નથી કે તેનો હાથ તેની પોતાની જ ભલાઈ માટે છોડી દેવામાં આવ્યો છે. મા હાથ છોડી દેશે તો જ બાળક પોતાનાં પગ પર ઉભા રહેતાં શીખશે. પનોતી પણ આપણને આપણા પગ પર ઉભા રહેતાં શીખવે છે. ચંદ્ર એ મા છે અને જ્યારે ગોચરનો શનિ આ ચંદ્રથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી પસાર થાય છે ત્યારે સાડા સાતી પનોતી અનુભવાય છે. આ સિવાય જ્યારે ગોચરનો શનિ જન્મનાં ચંદ્રથી ૪ અને ૮ સ્થાનોમાંથી પસાર થાય ત્યારે અઢી વર્ષની નાની પનોતી ભોગવાય છે. હું જયારે ૧૨ વર્ષની હતી ત્યારે મારા પિતાની બદલી બીજા શહેરમાં થઈ. અમે લોકો નવાં શહેરમાં રહેવા આવ્યા અને મને નવી શાળામાં દાખલ કરવામાં આવી. પરંતુ મને મારી નવી શાળા, ઘર અને શહેર બિલકુલ ગમતાં નહોતાં. જૂની શાળા અને શહેર ખૂબ યાદ આવતાં અને ઘણીવાર હું શાળાએથી ઘરે આવીને રડતી અને દુઃખી થતી રહેતી. આ હતો પનોતી સાથેનો મારો પ્રથમ પરિચય :) પનોતી સ્થળાંતર કરાવી શકે છે. અણગમતાં લોકો અને અણગમતી જગ્યાએ રહેવું પડે છે. માનસિક ચિંતાઓ, તક્લીફો અને ઉદાસી અનુભવાય છ...

નવરાત્રિ

નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનું પર્વ છે. નવરાત્રિ ચૈત્ર શુક્લ પક્ષ અને આશ્વિન શુક્લ પક્ષમાં એમ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. તે દરમ્યાન વસંત અને શરદ ઋતુ હોય છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય જે દિશા તરફ જતો દેખાય તે પરથી ઋતુઓ નક્કી થાય છે. સૂર્યની ઉત્તર તરફ જવાની શરુઆતને ઉત્તરાયણ કહેવાય છે. ક્રમે ક્રમે પોતાનાં માર્ગમાં ભ્રમણ કરતાં ૨૨ માર્ચ આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવીને વિષુવવૃતને ભેદીને ઉત્તર તરફ જતો દેખાય છે. અહીંથી સૂર્યની ઉત્તર ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ કહેવાય છે. ભારતમાં આ સમય ઉનાળાની શરુઆતનો અને વસંત ઋતુનો હોય છે. સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરુઆત કરે તેને દક્ષિણાયનની શરુઆત થઈ કહેવાય છે. આ રીતે દક્ષિણ તરફ આગળ વધતાં ૨૨ સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવે છે અને તેને ભેદે છે. અહીંથી સૂર્યની દક્ષિણ ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો દક્ષિણ ગોલ પ્રવેશ કહેવાય છે. આ સમય શિયાળાની શરુઆતનો અને શરદ ઋતુનો છે. આમ ઋતુઓનાં બે મહત્વનાં અને પરસ્પર વિરોધી ફેરફારનાં સમયે નવરાત્રિ મનાવવામાં આવે છે. ઋતુઓનાં ફેરફારની અસર વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો પર થાય છે. નવરાત્રિ મનાવીને ...

નીચભંગ રાજયોગ

દરેક ગ્રહ કોઈ એક ચોક્કસ રાશિમાં ઉચ્ચનો થાય છે અને પોતાની એ ઉચ્ચ રાશિથી સાતમી રાશિમાં નીચનો થાય છે. નીચનો ગ્રહ નબળો ગણાય છે. નીચનો ગ્રહ જે ભાવનો અધિપતિ હોય તે ભાવ તથા જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી સમસ્યાઓ સૂચવે છે. નીચનો ગ્રહ જે બાબતોનો કારક હોય તે બાબતે પણ સમસ્યાઓ આપે છે. નીચના ગ્રહની દશા તક્લીફદાયક પસાર થાય છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં નીચના ગ્રહોનું નીચત્વ ભંગ થાય છે અને તે રાજયોગનું ફળ આપે છે. રાશિ પરિસ્થિતિ સૂચવે છે. જ્યારે ગ્રહ નીચ રાશિ સ્થિત હોય ત્યારે જાતક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરે છે. પ્રારંભમાં તે પીડા ભોગવે છે. પરંતુ જ્યારે નીચભંગ કરનાર ગ્રહની દશા આવે છે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ બની જાય છે. નીચભંગ રાજયોગ એટલે જાણે કે મરણપથારીએ પડેલાં દર્દીને મળેલી સમયસરની તબીબી સારવાર. નીચેની પરિસ્થિતિઓમાં નીચભંગ રાજયોગનું નિર્માણ થાય છે. ૧. નીચનો ગ્રહ જે રાશિ સ્થિત હોય તે રાશિનો સ્વામી જન્મલગ્ન કે ચન્દ્રલગ્નથી કેન્દ્રસ્થાનમાં સ્થિત હોય. દા.ત. શનિ મેષ રાશિ સ્થિત હોય તો મંગળ જન્મલગ્ન/ચન્દ્રલગ્નથી કેન્દ્રસ્થાનમાં હોય. અહીં મંગળ મેષ રાશિનો સ્વામિ છે. ૨. નીચનો ગ્રહ જે રાશિમાં ઉચ્ચનો થતો ...