પોસ્ટ્સ

પ્રારબ્ધ અને પુરુષાર્થ

જન્મકુંડળીનાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાનો ઉપચય સ્થાનો છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. ઉપચય નામ જ સૂચવે છે કે આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓની વૃધ્ધિ શક્ય છે. તેમને સારી કરવી કે સુધારવી શક્ય છે. આ એ સ્થાનો છે જ્યાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ કરે છે. કાળપુરુષની કુંડળીમાં ઉપચય સ્થાનોનાં માલિક બુધ અને શનિ છે. બુધ અને શનિની જાતિ અનિર્ણયાત્મક છે. સ્ત્રી છે કે પુરુષ? સ્ત્રી પણ હોઇ શકે છે અને પુરુષ પણ હોઇ શકે છે. આમ પણ જઈ શકે છે અને તેમ પણ જઈ શકે છે. આમ, આપણી પાસે પસંદગી કરવાનો રસ્તો ખુલ્લો થાય છે. દરેકની કુંડળીમાં આ ચાર સ્થાનો હોય છે અને તેને લગતી બાબતો કે પ્રવૃતિઓ આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ પર આધારિત છે. ઉપચય સ્થાનો આપણને આપણું ભાગ્ય બદલવાની તક આપે છે. જન્મકુંડળીનાં કેટલાંક સ્થાનો એવાં છે જે આપણને આપણાં પાછલાં જન્મોનાં કર્મો ભોગવવાની ફરજ પાડે છે. જયાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ આવતો નથી. જે આપણું દ્ર્ઢ ભાગ્ય હોય છે અને આપણે તેને ભોગવવું જ પડે છે. ૪, ૮, અને ૧૨ સ્થાનો કાર્મિક સ્થાનો છે અને જલરાશિઓ કાર્મિક રાશિઓ છે. આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓ ભાગ્ય આધારિત છે. એવ...

કેતુ

હું મારા બ્લોગની શરુઆત કેતુ વિશે લખવાથી કરી રહી છું. એ જ કેતુ કે જેની કૃપા વગર મને જ્યોતિષના આ જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકી ન હોત. કેતુ એ કોઇ દ્ર્ષ્ટ ગ્રહ નથી. તેથી આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજા ગ્રહોની માફક તેને જોઇ શકાતો નથી. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણ કક્ષાઓ એકબીજાને જ્યાં છેદે છે તે બિન્દુઓ રાહુ અને કેતુ છે. ઉત્તરનું છેદન બિન્દુ રાહુ અને દક્ષિણનું છેદન બિન્દુ કેતુ છે. રાહુથી કેતુ હંમેશા ૧૮૦ અંશ પર રહે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહો છે અને ભારતીય જ્યોતિષ પરંપરામાં તેમને ફળાદેશમાં સ્થાન આપવામાં આવેલ છે. શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરુપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું. તેનુ મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ છે. આમ, કેતુને મસ્તક નથી. વ્યક્તિ મસ્તકથી વિચારે છે અને મસ્તક એટલે અહમનું નિવાસસ્થાન. કેતુને મસ્તક નથી એટલે કે કેતુ અહમશૂન્ય છે. જ્યારે અહમ દૂર થાય છે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અહમ બ્રહમાસ્મિની અનુભૂતિ થાય છે. તેથી જ કેતુ મોક્ષકારક છે. જો મસ્તક નથી તો પછી કેતુ વિચારશે કેવી રીતે? ફક્ત હ્રદયથી. અંતઃસ્ફુરણા હ્રદયમાં પેદા થાય છે. કેતુ એટલે અંતઃસ્ફુરણા. અંતઃસ્ફુરણા એ જ્યોતિષીની મુખ્ય ઉ...