શારદીય નવરાત્રિ ૨૦૨૪ ઘટસ્થાપન મુહૂર્ત
ગુરુવાર, ઓક્ટોબર ૦૩, ૨૦૨૪થી શારદીય નવરાત્રિનો આરંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિમાં યોગ્ય મુહૂર્તમાં ઘટસ્થાપન (ગરબાની સ્થાપના) ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પ્રાત:કાળે સૂર્યોદય થયાંના પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. તદુપરાંત, બપોરના અભિજિત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. દ્વિસ્વભાવ લગ્નમાં ઘટસ્થાપન કરવાનું વિશેષ મહત્વ છે. ૨૦૨૪માં શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રતિપદા તિથિએ પ્રાત:કાળે દ્વિસ્વભાવ કન્યા લગ્ન મુહૂર્ત આવશે, જેનો સમય નીચે દર્શાવેલ છે.
સામાન્ય જન ચોઘડિયાં
આધારીત મુહૂર્તની પસંદગી કરતાં હોય છે, પરંતુ શાસ્ત્રો
ચોઘડિયાંના આધારે ઘટસ્થાપન કરવાની સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું ટાળવું જોઈએ.
પ્રતિપદા તિથિ પ્રારંભ: ૧૨:૧૮ AM, ઓક્ટોબર
૩, ૨૦૨૪
પ્રતિપદા તિથિ અંત: ૦૨:૫૮ AM, ઓક્ટોબર ૪, ૨૦૨૪
ઘટસ્થાપન માટે પ્રતિપદા તિથિ, ગુરૂવાર, ઓક્ટોબર ૩, ૨૦૨૪ના રોજ મૂહૂર્ત આ મુજબ છે:
રાજકોટ
કન્યા લગ્ન મૂહૂર્ત: ૦૬:૩૯ AM થી ૦૭:૪૨ AM
અભિજિત મૂહૂર્ત: ૧૨:૧૨ PM થી ૧૨:૫૯ PM
અમદાવાદ
કન્યા લગ્ન મૂહૂર્ત: ૦૬:૩૨ AM થી ૦૭:૩૬ AM
અભિજિત મૂહૂર્ત: ૧૨:૦૫ PM થી ૧૨:૫૨ PM
વડોદરા
કન્યા લગ્ન મૂહૂર્ત: ૦૬:૨૯ AM થી ૦૭:૩૨ AM
અભિજિત મૂહૂર્ત: ૧૨:૦૨ PM થી ૧૨:૫૦ PM
સુરત
કન્યા લગ્ન મૂહૂર્ત: ૦૬:૩૦
AM થી ૦૭:૩૩
AM
અભિજિત મૂહૂર્ત: ૧૨:૦૪
PM થી ૧૨:૫૧
PM
મુંબઈ
કન્યા લગ્ન મૂહૂર્ત: ૦૬:૩૦
AM થી ૦૭:૩૧
AM
અભિજિત મૂહૂર્ત: ૧૨:૦૩ PM થી ૧૨:૫૧ PM
ટિપ્પણીઓ