રાહુ અને કેતુ કઈ રીતે પ્રભાવિત કરે?

રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી કે અન્ય ગ્રહોની માફક તેમનું કોઈ શારીરિક અસ્તિત્વ કે આકાર નથી. અન્ય ગ્રહોને સ્પષ્ટરૂપે જોઈ શકાય છે, જ્યારે રાહુ અને કેતુની ફક્ત કલ્પના કરી શકાય છે. આથી રાહુ અને કેતુનો વ્યક્તિના જીવન પર પ્રભાવ પણ સ્પષ્ટરૂપે દ્રશ્યમાન હોતો નથી. આ ગ્રહો સૌ પ્રથમ વ્યક્તિના અંતર્મનને અને માનસિકતાને પ્રભાવિત કરે છે. મન અને બાહ્ય જગત વચ્ચે એક અદ્રશ્ય કડી રહેલી છે. મન પર પડેલો પ્રભાવ અંતે બાહ્ય જગત પરત્વેના દ્રષ્ટિકોણને પ્રભાવિત કરે છે અને પરિણામે વ્યક્તિનું બાહ્ય જીવન બદલાય છે. આમ અંતે પરોક્ષ રીતે રાહુ અને કેતુનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં દ્રશ્યમાન બને છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા