પંચમસ્થાન અને પ્રેમ

જન્મકુંડળીમાં પંચમસ્થાન ગહન પ્રેમનું સ્થાન છે. પંચમસ્થાન એ સંતાન અને ઈષ્ટદેવનું સ્થાન પણ છે. પંચમસ્થાનમાંથી ઉદભવતો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો હોઈ  શકે, પોતાના સંતાન પ્રત્યેનો હોઈ શકે કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે રચાતો વિજાતીય પ્રેમ હોઈ શકે. ઘણી વખત પ્રેમમાં પડેલાંઓ જ્યારે પંચમસ્થાનના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેમને પોતાનાં પ્રિયજનમાં જ દૈવીય તત્વની હાજરીની અનુભૂતિ થાય છે. (તુજ મે રબ દિખતા હૈ!) કારણકે જે સ્થાન પ્રેમનો નિર્દેશ કરે છે એ જ સ્થાન ઈશ્વરનો નિર્દેશ પણ કરે છે. કાળપુરુષની કુંડળીમાં પંચમસ્થાનનો સ્વામી સૂર્ય છે. સૂર્ય એ વિષ્ણુનું સ્વરૂપ છે અને આદર્શ પ્રકૃતિનો સાત્વિક ગ્રહ છે. આથી જ પ્રેમ આંધળો છેએ ઉક્તિ મુજબ પ્રેમમાં પડેલાંઓને આદર્શ રીતે પોતાનાં પ્રિય પાત્રમાં માત્ર ગુણો દેખાય છે. તેમનાં અવગુણો નજરે પડતાં નથી!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા