શારદીય નવરાત્રિ 2022 ઘટસ્થાપન મુહૂર્ત

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. દ્વિસ્વભાવ લગ્નમાં ઘટસ્થાપન કરવું શુભ ગણાય છે. શારદીય નવરાત્રિ 2022ના પ્રારંભ સમયે પ્રતિપદા તિથિએ પ્રાત:કાળે દ્વિસ્વભાવ કન્યા લગ્ન પ્રવર્તશે. તે સમયનું શુભ મુહૂર્ત આપેલ છે. સામાન્ય જન ચોઘડિયાં અનુસાર મુહૂર્ત જુએ છે, પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ.

vaidyarupal, CC BY 2.0, via Wikimedia Commons

પ્રતિપદા તિથિ આરંભ: 03:23 AM, સપ્ટેમ્બર 26, 2022

પ્રતિપદા તિથિ અંત: 03:08 AM, સપ્ટેમ્બર 27, 2022

ઘટસ્થાપન માટે સપ્ટેમ્બર 26, 2022ના રોજના મુહૂર્ત:

રાજકોટ:

સવારે 06.37 AM થી 08.12 AM (કન્યા લગ્ન)

બપોરે 12.14 PM થી 01.02 PM (અભિજીત)

અમદાવાદ:

સવારે 06.29 AM થી 08.05 AM (કન્યા લગ્ન)

બપોરે 12.07 PM થી 12.55 PM (અભિજીત)

વડોદરા:

સવારે 06.27 AM થી 08.02 AM (કન્યા લગ્ન)

બપોરે 12.04 PM થી 12.52 PM (અભિજીત)

સુરત:

સવારે 06.28 AM થી 08.03 AM (કન્યા લગ્ન)

બપોરે 12.06 PM થી 12.54 PM (અભિજીત)

મુંબઈ: 

સવારે 06.28 AM થી 08.01 AM (કન્યા લગ્ન)

બપોરે 12.06 PM થી 12.54 PM (અભિજીત)

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
Hu goverment job ni taiyari ૨ year thi karu chu pan hu Ema susses nathi thai atyare me exam aapi hu pass pan thai pan fainal merit sudhi pohchi saki nahi fainal result ma ૨ mark mate Rahi gai haju fainal merit baki che to chans khara goverment job mate
Vinati Davda એ કહ્યું…
@Unknown, ઉપર આપેલ સંપર્ક ટેબ પર ક્લીક કરીને ફોર્મ ભરીને સંપર્ક કરવાં વિનંતી. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા