આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા. આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ , ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે. ॥ વિનિયોગ ॥ ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ , આદિત્યહૃદયભૂતો ભગવાન્ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ : । ॥ ઋષ્યાદિન્યાસ ॥ ૐ અગસ્ત્યઋષયે નમઃ , શિરસિ । અનુષ્ટુપ્ છન્દસે નમઃ , મુખ...
માર્કંડેય પુરાણ(૯૪/૩-૧૩)માં મહાત્મા રુચિ દ્વારા કરાયેલી પિતૃઓની સ્તુતિ “પિતૃ સ્તોત્ર” કહેવાય છે. આ પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે. શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓની પૂજા-અર્ચના થાય જ છે , પરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે. પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તે ઉપરાંત તેઓ આપણાં પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તે જો આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃ દોષ સમાપ્ત થવાં લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે. Biswarup Ganguly, CC BY 3.0 , via Wikimedia Commons ॥ અથ પિતૃસ્તોત્ર ॥ અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ । નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥ અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય , અમૂર્ત , અત્યંત તેજસ્વી , ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ ક...
ટિપ્પણીઓ