મીનના સૂર્યનો બાર રાશિઓ પર પ્રભાવ - 15/03/2019



15 માર્ચ, 2019ના રોજ નવગ્રહોમાં રાજા એવા સૂર્ય મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. મીન રાશિના સ્વામી ગુરુ સાથે સૂર્યને મિત્રતા છે. લગભગ બે મહિના સુધી શત્રુ શનિની મકર અને ત્યારબાદ કુંભ રાશિમાં વિચરણ કર્યા બાદ મિત્રના ઘરમાં સૂર્યદેવનો મુકામ આરામદાયક રહેશે. વળી હવે અહીં સૂર્ય પર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં મિત્ર ગુરુની દ્રષ્ટિ પણ પડી રહી છે, જે શુભ છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચત્વ ધારણ કરે છે અને તેથી મીન રાશિમાં સૂર્ય ઉચ્ચાભિલાષી બની શુભ પરિણામ આપવાં સક્ષમ બને છે. જો કે મીન રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે અને સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ છે. આથી અહીં સૂર્ય પોતાની ઉગ્રતા અને આક્રમકતા થોડાંઘણાં અંશે ગુમાવે છે. જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. મીન રાશિના સૂર્ય દરમિયાન લાગણી અને સંવેદનાઓ ઉગ્ર અને આક્રમક સ્વરૂપે વ્યક્ત થશે. જે કંઈ નિર્ણયો લેવાય કે ઘટનાઓ ઘટે તે લાગણીમાં દોરવાઈને ઘટે. તર્ક અને વ્યવહારુપણાંનો અભાવ રહે. ધ્યાન, યોગ અને અધ્યાત્મમાં પ્રગતિ માટે મીન રાશિનો સૂર્ય ફળદાયી રહે.

મીન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ મીનાર્ક કમુહૂર્તાનો પણ પ્રારંભ થશે. સૂર્ય એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. 14 એપ્રિલ, 2019ના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષમાં પ્રવેશ કરશે. એ સાથે જ કમુહૂર્તા પૂરાં થશે. કમુહૂર્તા દરમિયાન માંગલિક કાર્યો ત્યાજ્ય ગણાય છે. જ્યારે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે કે ગુરુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરે એ સમય સાંસારિક બાબતો માટે પ્રતિકૂળ ગણવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ઈશ્વરની ભક્તિ, ભજન, વ્રત અને દાન-ધર્મને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષમાં બે વખત સૂર્ય ગુરુની રાશિનાં સંપર્કમાં આવે છે. હવે પછી 16 ડિસેમ્બર, 2019ના રોજ સૂર્ય ગુરુની ધનુ રાશિમાં આવતાં ધનાર્ક કમુહૂર્તાનો સમય માંગલિક કાર્યો માટે ત્યાજ્ય રહેશે.

હાલ આ એક માસ સુધીનું સૂર્યનું મીન રાશિ ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે.   

મેષ (અ, , ઈ): સૂર્ય બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. નવી નોકરી મળી શકે, નોકરી બદલી શકે કે નોકરીને લીધે સ્થળાંતર થઈ શકે છે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા સતાવી શકે છે. વિદેશ જઈ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થી મિત્રોને ઉત્તમ તકની પ્રાપ્તિ થાય. શત્રુઓ અને હરીફોના વિરોધમાં વધારો થાય. આમ છતાં તેમનાથી નુક્સાન પહોંચવાની સંભાવના નથી. પ્રેમસંબંધમાં કષ્ટ પડી શકે અને મતભેદ થવાની શક્યતા રહે. કાર્યક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ (બ, , ઉ): સૂર્ય અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. સ્થાવર સંપતિ કે વાહન વેંચવાથી લાભ થાય. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. માતાનું અને મોટા ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા કરાવી શકે. ઘરથી કે પરિવારજનોથી દૂર જવાનો પ્રસંગ બને. ઘરમાં વાતાવરણ તણાવભર્યુ રહે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારી તરફથી માન-સન્માનની પ્રાપ્તિ થાય. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. સંતાનના ક્રોધ કે સ્વભાવને લઈને ચિંતા થઈ શકે છે. મિત્રોને લીધે લાભ થવાની શક્યતા રહે.

મિથુન (ક, , ઘ): સૂર્ય દસમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ અને વિકાસ થવાની પૂર્ણ સંભાવના છે. ઉપરી અધિકારીઓની પ્રશંસાને પાત્ર બનો. કાર્યસ્થળે માહિતી અને વિચારોની અભિવ્યક્તિ સુંદર અને યોગ્ય રીતે કરી શકો. પ્રમોશન મળી શકે છે. કામને લીધે પ્રસિદ્ધિ અને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. કામમાં વધુ પડતું ધ્યાન આપવાને લીધે ઘરમાં તણાવનું વાતાવરણ રહે. કાર્યને લીધે નાની-મોટી યાત્રા સંભવી શકે. નાના ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે.

કર્ક (ડ, હ): સૂર્ય નવમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. ભાગ્યનો સંપૂર્ણ સાથે મળે. ધનલાભ થવાની શક્યતા રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે અને તીર્થયાત્રા પણ થઈ શકે છે. પિતાના સહયોગની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી મિત્રો માટે આ શ્રેષ્ઠ સમય રહે. લાંબા અંતરની યાત્રા કે વિદેશ યાત્રા પણ થઈ શકે છે. નાના ભાઈ-બહેનોને કષ્ટ પડવાની સંભાવના છે. કુટુંબમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ રહે.  

સિંહ (મ, ટ): સૂર્ય અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. આરોગ્ય સંબંધી મુશ્કેલી પડી શકે છે. આંખ અને હાડકાંને લગતી બિમારીથી સાવધ રહેવું. નાણાકીય ખર્ચમાં વધારો થાય. કાર્યક્ષેત્રે માન-સન્માન અને ઉપરી અધિકારીઓના સહયોગની ઉણપ રહે. વિવાદોથી બચવું અને સંયમથી કામ લેવું. પિતાના આરોગ્યની કાળજી લેવી. કોઈ પરિણામ વગરની નિષ્ફળ યાત્રા થઈ શકે છે. જ્યોતિષ, અધ્યાત્મ, યોગ કે ગૂઢ અને રહસ્યમય વિદ્યાનો અભ્યાસ સફળતાપૂર્ણ થઈ શકે. વારસાગત ધનલાભ થવાની શક્યતા રહે. 

કન્યા( પ, , ણ): સૂર્ય સપ્તમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. વ્યક્તિત્વની તેજસ્વીતામાં વધારો થાય. વ્યવસાયને લીધે વિદેશ સાથે સંકળાવાનું બને. વ્યાવસાયિક છબી સુદ્રઢ બને. જાહેર પ્રસિદ્ધિમાં વધારો થાય. પોતાના અને જીવનસાથીના સ્વભાવમાં ઉગ્રતા વધવાથી લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે. સમજદારીથી કામ લેવું. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. અપરિણીત જાતકોને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતાં કે સરકારી નોકરી ધરાવતાં પાત્ર સાથે લગ્નની વાતચીત ચાલવાની સંભાવના બને.

તુલા (ર, ત): સૂર્ય ષષ્ઠમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. આરોગ્ય સંબંધી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. આંખની સંભાળ રાખવી. મોટા ભાઈ-બહેનોને કષ્ટ પડે અથવા તેમની સાથે મતભેદ થવાની સંભાવના રહે. ઋણમુક્તિ થઈ શકે છે. નવી લોન લેવાં માટે આ સમય ઉત્તમ રહે. સહેલાઈથી લોન મળી શકે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકાય. વિદેશયાત્રા થઈ શકે છે. નાણાકીય ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી બને.

વૃશ્ચિક (ન, ય): સૂર્ય પંચમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. આત્મવિશ્વાસ, ઉર્જા અને ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે બદલાવ આવી શકે છે. જૂની નોકરી છૂટે અને નવી નોકરી મળે. નોકરીમાં રહેલાંને પ્રમોશન મળવાની સંભાવના રહે. માન-સન્માનમાં વધારો થાય. નાણાકીય આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. રોકાયેલાં કે અટવાયેલાં નાણાં પરત મળે. બાળકના ક્રોધ અને આક્રમક સ્વભાવને લીધે ચિંતા સતાવી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિજનક સમય રહે. 

ધનુ (ભ, , , ઢ): સૂર્ય ચતુર્થ સ્થાનમાંથી ભ્રમણ કરશે. સ્થાવર સંપતિ કે વાહન વેંચવાથી ધનલાભ થવાની શક્યતા રહે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. સ્થાવર સંપતિને લગતાં વિવાદમાં પડવાથી દૂર રહેવું. સમાજમાં પરિવારનું માન-સન્માન વધે. કાર્યક્ષેત્રે વિકાસની તક મળે. નોકરીમાં રહેલાંને પ્રમોશન મળી શકે. કાર્યસ્થળે ક્રોધ પર કાબુ રાખવો. માતા-પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. મન ધર્મ તરફ ઢળેલું રહે. ઘરમાં પૂજા-પાઠ કે અન્ય ધાર્મિક કાર્યો થઈ શકે.

મકર (ખ, જ): સૂર્ય તૃતીય સ્થાનમાંથી ભ્રમણ કરશે. નાના ભાઈ-બહેનોને કષ્ટ કે આરોગ્ય ચિંતા આવી શકે છે. તેમની સાથે મતભેદ ન થાય તેની કાળજી રાખવી. નોકરી બદલવાનું વિચારતા હો તો આ સમય યોગ્ય રહે. ઉપરી અધિકારીઓના સહકારની પ્રાપ્તિ થાય. દ્રઢ નિશ્ચયી બની કાર્યો હાથ પર લેવાથી સરળતાથી પૂર્ણ કરી શકાય. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. પોતાના અને પિતાના આરોગ્યની કાળજી લેવી. નાની-મોટી લાભદાયી યાત્રાઓ થઈ શકે છે.

કુંભ: (ગ, , , ષ): સૂર્ય દ્વિતીય સ્થાનમાંથી ભ્રમણ કરશે. જીવનસાથીને લીધે ધનલાભ અને નાણાકીય બચત થવાની સંભાવના રહે. જો કે પોતાનું અને જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આંખોની કાળજી રાખવી. આ સમય દરમિયાન વ્યાવસાયિક ભાગીદારી કરવાથી દૂર રહેવું. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. અકારણ વિવાદોમાં પડવાથી બચવું. કૌટુંબિક સુખ માટે સમય પ્રતિકૂળ રહે. પરિવારજનોને મનદુ:ખ થઈ શકે છે કે કુટુંબનો વિયોગ સહેવો પડી શકે છે. 

મીન (દ, , , થ): સૂર્ય પ્રથમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. ક્રોધ, ઉગ્રતા અને ઉષ્ણતામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સંબંધી મુશ્કેલીઓથી સાવચેત રહેવું. મસ્તક પીડા કે તાવ જેવાં રોગ સતાવી શકે. માનસિક સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. ઋણથી મુક્તિ મળી શકે. અકારણ શત્રુતા કે હરીફો પેદા કરવાથી દૂર રહેવું. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. જીવનસાથી સાથે તણાવ કે મતભેદ પેદા થઈ શકે છે. સરકારી નોકરી કે વ્યવસાયથી લાભ રહે. ધ્યેયની પ્રાપ્તિ માટે વધુ મહેનત કરવી પડે.  

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
Ma'am , perfectly matched with my past

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા