Chocolate Day 2018



શું મીઠી મધુરી ચોકલેટ જોઈને તમારા મોંમાં પાણી આવી જાય છે? આયુર્વેદના મત મુજબ જો તમારે કોઈ વસ્તુ ચાખવી હોય, તેનો સ્વાદ માણવો હોય તો તેમાં પાણીનો ભાગ હોવો જરૂરી છે. પાણી આપણને પંચેન્દ્રિયોમાંની સ્વાદેન્દ્રિય સાથે જોડે છે. આથી જ જળતત્વ ધરાવતાં શુક્ર અને ચંદ્ર ગ્રહો સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે. (અન્ય ગ્રહો સૂર્ય, મંગળ – દ્રષ્ટિ, બુધ – સૂંઘવુ, શનિ સ્પર્શ અને ગુરુ – શ્રવણ ઈન્દ્રિયનો નિર્દેશ કરે છે) જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. જ્યારે તમારી કુંડળીના પ્રમુખ ગ્રહો જળતત્વ રાશિમાં પડ્યા હશે ત્યારે તમે લોકોને ભોજન કરાવીને તેમના માટેની લાગણી પ્રદર્શિત કરવાનું પસંદ કરશો. નવેય ગ્રહોમાં જળતત્વ ધરાવતાં ગ્રહોમાં ચંદ્ર એ માતા છે અને શુક્ર એ પત્ની છે. અથવા તો એમ કહી શકાય કે આ બંને સ્ત્રી ગ્રહો હોવાથી દુનિયાભરની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે સમજાય છે કે શાં માટે તમારી માતા/પત્ની હંમેશા તમે જમ્યા કે નહિ તેની ચિંતા કરે છે? શાં માટે તમને ભાવતી વિવિધ વાનગીઓ બનાવીને આગ્રહપૂર્વક જમાડે છે? આ તેમની પ્રેમ પ્રદર્શિત કરવાની અને તમારી સાથે પ્રેમની ઊંડાણભરી લાગણીથી જોડાવાની રીત છે. જળ – સ્વાદ – પ્રેમની ત્રિપુટી રચાયેલી છે. તો આજે તમારા વહાલાં પ્રિયજન માટે ચોકલેટ લઈ જઈને પ્રેમ પ્રદર્શિત કરવાનું ચૂકશો નહિ.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
અદભુત માહિતી ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા