કેતુ

હું મારા બ્લોગની શરુઆત કેતુ વિશે લખવાથી કરી રહી છું. એ જ કેતુ કે જેની કૃપા વગર મને જ્યોતિષના આ જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકી ન હોત.

કેતુ એ કોઇ દ્ર્ષ્ટ ગ્રહ નથી. તેથી આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજા ગ્રહોની માફક તેને જોઇ શકાતો નથી. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણ કક્ષાઓ એકબીજાને જ્યાં છેદે છે તે બિન્દુઓ રાહુ અને કેતુ છે. ઉત્તરનું છેદન બિન્દુ રાહુ અને દક્ષિણનું છેદન બિન્દુ કેતુ છે. રાહુથી કેતુ હંમેશા ૧૮૦ અંશ પર રહે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહો છે અને ભારતીય જ્યોતિષ પરંપરામાં તેમને ફળાદેશમાં સ્થાન આપવામાં આવેલ છે.

શ્રી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરુપ ધારણ કરીને અસુરનું બે ભાગમાં છેદન કર્યું. તેનુ મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ છે. આમ, કેતુને મસ્તક નથી. વ્યક્તિ મસ્તકથી વિચારે છે અને મસ્તક એટલે અહમનું નિવાસસ્થાન. કેતુને મસ્તક નથી એટલે કે કેતુ અહમશૂન્ય છે. જ્યારે અહમ દૂર થાય છે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અહમ બ્રહમાસ્મિની અનુભૂતિ થાય છે. તેથી જ કેતુ મોક્ષકારક છે. જો મસ્તક નથી તો પછી કેતુ વિચારશે કેવી રીતે? ફક્ત હ્રદયથી. અંતઃસ્ફુરણા હ્રદયમાં પેદા થાય છે. કેતુ એટલે અંતઃસ્ફુરણા. અંતઃસ્ફુરણા એ જ્યોતિષીની મુખ્ય ઉપયોગિતા છે. પંચમ સ્થાન એ અંતઃસ્ફુરણાનું સ્થાન છે. કેતુને માટે પંચમ સ્થાન શ્રેષ્ઠ સ્થાન છે.

શુભ કેતુ એટલે અધ્યાત્મિકતા, જ્યોતિષ, અનાસક્તિ, જ્ઞાન અને ધર્મ. અશુભ કેતુ એટલે અવિચારી અને સમાજવિરોધી. સંસારમાં રહેનારાઓ અને દુન્યવી બાબતો માટે કેતુ શુભ ફળદાયી નથી પરંતુ અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે કેતુ ઉત્તમ ફળદાયી છે. કેતુ જે પણ ભાવમાં બેસે તે ભાવને લગતી બાબતો કે સંબંધોને સંકોચી કે બાળી નાખે છે. જે પણ ગ્રહની સાથે યુતિ કરે છે તે ગ્રહનું કારકત્વ ખતમ કરી નાખે છે. કેતુનું કામ મોક્ષ અપાવવાનું છે. આથી જે પણ ભાવ સાથે જોડાય ત્યાં આસક્તિ રાખ્યા વગર બધું ખતમ કરી નાખે છે.

કેતુનું નિવાસસ્થાન મૂલાધારચક્રમાં છે. તેની ઉર્ધ્વગતિ છે. ચોથું, આઠમું અને બારમું સ્થાન મોક્ષ ત્રિકોણ છે અને આ સ્થાનોમાં રહેલો કેતુ કુંડલિની જાગૃત કરવામાં મદદ કરે છે. જન્મકુંડળીમાં લગ્નસ્થાનમાં રહેલાં કેતુથી જાતક ભૂલો કરવાનું વલણ ધરાવે છે. પહેલાં ભૂલો કરી પીડાઈ છે. ત્યારબાદ પોતાની ભૂલોમાંથી શીખીને અધ્યાત્મનાં માર્ગે આગળ વધે છે.

કેતુનાં દેવ શ્રી ગણેશ છે અને દેવી ધુમાવતી છે. શ્રી વિષ્ણુનો મત્સ્યાવતાર એ કેતુનો અવતાર છે. આ દુનિયાનું કોઇપણ કાર્ય જે સંસારની માયાનાં બંધનોમાંથી છોડાવીને ઈશ્વરનાં શરણે લઇ જાય તે કેતુની કૃપા વગર શક્ય બનતું નથી.

ટિપ્પણીઓ

Raju-Seetha એ કહ્યું…
I don't know Gujarati. Can you tell me something abt my charts. I am born orn Amavasya,Grahan day. Its 18th april 1977 at 19:45. My MOM says, grahan and amavasya had left when I was born. Can you tell me something ??
...* Chetu *... એ કહ્યું…
nice to know... thanks
Vinati Davda એ કહ્યું…
raju-seetha, your mother is right. Grahan and Amavasya were over at the time of your birth.
kapil dave એ કહ્યું…
nice work

thanks
Unknown એ કહ્યું…
Awesome article on ' Ketu '.
very informative. keep it up.

Anil Shah ( Astrologer/USA )
www.anilastro.com.
phone # 404-751-6832

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા