પોસ્ટ્સ

શ્રી સૂર્ય અષ્ટોત્તર શતનામાવલી (સૂર્યના ૧૦૮ નામ)

૧ . ૐ અરુણાય નમઃ ૨ . ૐ શરણ્યાય નમઃ ૩ . ૐ કરુણારસસિન્ધવે નમઃ ૪ . ૐ અસમાનબલાય નમઃ ૫ . ૐ આર્તરક્ષકાય નમઃ ૬ . ૐ આદિત્યાય નમઃ ૭ . ૐ આદિભૂતાય નમઃ ૮ . ૐ અખિલાગમવેદીને નમઃ ૯ . ૐ અચ્યુતાય નમઃ ૧૦ . ૐ અખિલજ્ઞાય નમઃ ૧૧ . ૐ અનન્તાય નમઃ ૧૨ . ૐ ઈનાય નમઃ ૧૩ . ૐ વિશ્વરુપાય નમઃ ૧૪ . ૐ ઈજ્યાય નમઃ ૧૫ . ૐ ઈન્દ્રાય નમઃ ૧૬ . ૐ ભાનવે નમઃ ૧૭ . ૐ ઈન્દિરામન્દિરાપ્તાય નમઃ ૧૮ . ૐ વન્દનીયાય નમઃ ૧૯ . ૐ ઈશાય નમઃ ૨૦ . ૐ સુપ્રસન્નાય નમઃ ૨૧ . ૐ સુશીલાય નમઃ ૨૨ . ૐ સુવર્ચસે નમઃ ૨૩ . ૐ વસુપ્રદાય નમઃ ૨૪ . ૐ વસવે નમઃ ૨૫ . ૐ વાસુદેવાય નમઃ ૨૬ . ૐ ઉજ્જ્વલાય નમઃ ૨૭ . ૐ ઉગ્રરુપાય નમઃ ૨૮ . ૐ ઊર્ધ્વગાય નમઃ ૨૯ . ૐ વિવસ્વતે નમઃ ૩૦ . ૐ ઉદ્યત્કિરણજાલાય નમઃ ૩૧ . ૐ હૃષીકેશાય નમઃ ૩૨ . ૐ ઊર્જસ્વલાય નમઃ ૩૩ . ૐ વીરાય નમઃ ૩૪ . ૐ નિર્જરાય નમઃ ૩૫ . ૐ જયાય નમઃ ૩૬ . ૐ ઊરુદ્વયાભાવરુપયુક્તસારથયે નમઃ ૩૭ . ૐ ઋષિવન્દ્યાય નમઃ ૩૮ . ૐ રુગ્ધન્ત્રે નમઃ ૩૯ . ...

ગુરુના વૃષભ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
 આ વર્ષે ૧૭ મે, ૨૦૧૨ના રોજ પ્રાત:કાળ ૯.૩૭ કલાકે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં ગુરુ ૩૦ મે, ૨૦૧૩ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન ૪ ઓક્ટોબર, ૨૦૧૨થી ૩૦ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી વક્રી રહેશે. નવ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ, સૌમ્ય અને સાત્વિક ગ્રહ ગણવામાં આવે છે. જ્ઞાન અને ડહાપણનો ભંડાર એવા ગુરુની એક રક્ષક તરીકે વિશિષ્ટ ઓળખાણ છે. ગુરુ અને શનિ જેવા મોટા અને ધીમી ગતિના ગ્રહો જયારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેમનો પ્રભાવ ધીરે ધીરે પરંતુ લાંબા સમય સુધી અનુભવાય છે. વૃષભ રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ . અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ (અ, લ, ઈ)  મેષ રાશિને ગુરુ દ્વિતીય સ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. આર્થિક તથા કૌટુંબિક બાબતો માટે આ સમય લાભદાયી બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. વ્યવસાયમાં નફામાં વધારો થઈ શકે છે. આવકમાં વધારો થવાથી ખુશીથી દાન-ધર્માદા પાછળ નાણાનો ઉપયોગ ...

અક્ષય તૃતીયા

છબી
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથીને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ ૨૦૧૨માં અક્ષય તૃતીયા ૨૪ એપ્રિલ, મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચન્દ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચન્દ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચન્દ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે શુક્ર વૃષભ રાશિમાં ઉચ્ચના ચન્દ્ર સાથે યુતિમાં છે અને ગુરુ મેષ રાશિમાં ઉચ્ચના સૂર્ય સાથે યુતિમાં છે. આ સંભવતઃ દર બાર વર્ષે એક જ વાર ઘટી શકે છે. કેતુ પણ ઉચ્ચના ચન્દ્રની સાથે યુતિમાં છે. અક્ષય તૃતીયાનું સ્વયં ...

વાસ્તુશાસ્ત્રના આધારે તિજોરીકક્ષની રચના

છબી
આપણે સૌ કોઈ જીવનમાં ધન-સંપતિનું મહત્વ નકારી શકીએ એમ નથી. ધન આપણને ભૂખ અને ગરીબીની પીડામાંથી બચાવી શકે છે. જીવનને સહ્ય અને આરામદાયક બનાવી આપે છે. હા, એ જરૂર છે કે ધનથી ખુશીને ખરીદી શકાતી નથી. પરંતુ જેમ Groucho Marx કહે છે તેમ, "While money can't buy happiness, it certainly lets you choose your own form of misery.” પ્રામાણિક રીતે અને સાચા રસ્તે ધન કમાવવામાં આવે તો તેમાં કશું જ અયોગ્ય નથી. પરસેવો પાડીને કમાયેલા ધનનો વ્યય ન થાય અને તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે પણ જરૂરી છે. તે માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. ધનનો સંગ્રહ કરવાની જગ્યા એટલે તિજોરી અને તિજોરીને રાખવાની જગ્યા એટલે કે તિજોરીકક્ષ. આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીકક્ષની રચના કેવી હોવી જોઈએ તે જોઈએ. * વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ - પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. * તિજોરીકક્ષનો આ...

જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ

છબી
પ્રિય મિત્રો, નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને જુઓ / વાંચો speakbindas.com દ્વારા લેવામાં આવેલ મારો જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ. http://www.speakbindas.com/interview-of-astrology-advisor-vinati-davda/ ઈન્ટરવ્યૂમાં ચર્ચાયેલ પ્રશ્નો પ્રશ્ન :  જ્યોતિષ વિદ્યા એટલે શું? એ શું સૂચવે છે? પ્રશ્ન: આપણા જીવનમાં જ્યોતિષનુ મહત્વ શું છે? પ્રશ્ન: વ્યક્તિના જીવનને બહેતર બનાવવા આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? પ્રશ્ન:  આજકાલ જ્યોતિષશાસ્ત્રીઓ એટલા બધા છે કે કોણ ખરું જ્ઞાન ધરાવે છે તે જાણવું મૂશ્કેલ બની રહે છે. કોઈ વ્યક્તિને પોતાના વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે એ જાણવું હોય તો યોગ્ય જ્યોતિષશાસ્ત્રીની પસંદગી કેવી રીતે કરી શકે? કરવી જોઈએ? પ્રશ્નઃ પોતાની કુંડળી શું સૂચવે છે તે જાણવા માટે જ્યોતિષ જાણકારને કેવી રીતે પ્રશ્નો પૂછવા જોઈએ? પ્રશ્નઃ કોમ્પ્યુટરાઈઝ્ડ કુંડળી કેટલી સાચી? શું એના પર આધારિત રહી શકાય? પ્રશ્નઃ જ્યોતિષમા નંગ ધારણ કરવા, પૂજા-પાઠ તેમજ મંત્રો વગેરે - આ બધાનું શું મહત્વ છે? પ્રશ્નઃ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન ધરાવનાર વ્યક્તિઓ કહેતા હોય છે કે હજારો-લાખો કિ...

તુલા રાશિમા શનિ અને પનોતી

જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરૂ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે. શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરૂ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવ...

મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, આપ મારો વધુ એક લેખ 'આત્મકારક' મુંબઈ સમાચાર પંચાગ વિ.સં.૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)માં વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.