પોસ્ટ્સ

વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના

છબી
"ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ,  ન ભાતૃ ભાજ્યમ, ન ચ ભારકારી, વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ, વિદ્યા ધનમ સર્વ ધને પ્રધાનમ ” ન કોઈ તેને ચોરી શકે છે, ન રાજા પડાવી શકે છે, ન ભાઈઓ ભાગ પડાવી શકે છે, ન એનો ભાર લાગે છે. તેને વાપરવાથી અને વહેંચવાથી હંમેશા તેની વૃદ્ધિ થાય છે. સર્વ ધનમાં વિદ્યારૂપી ધન શ્રેષ્ઠ છે. આવું સર્વશ્રેષ્ઠ વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાની જરૂર પડે છે. અભ્યાસમાં એકાગ્રતા અને સફળતાની પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કરવાથી બાળક વધુ સહેલાઈથી એકાગ્ર બનીને વિદ્યારૂપી ધનની પ્રાપ્તિ કરી શકે છે. આવો જોઈએ વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કેવી હોવી જોઈએ. * અભ્યાસખંડ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન કોણમાં (પૂર્વ-ઉત્તર) બનાવી શકાય. જો એ શક્ય ન હોય તો નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) અને વાયવ્ય કોણને (ઉત્તર-પશ્ચિમ) છોડીને પશ્ચિમ દિશામાં બનાવી શકાય. * ઘરમાં એક કરતાં વધુ માળ હોય તો ઉપરના માળે જ્યાં શાંતિ અને એકાંત હોય ત્યાં અભ્યાસખંડ બનાવવો જોઈએ. અભ્યાસખંડ પિરામીડ આકારનો હોય તે શ્રેષ્ઠ છે. * દ્વાર પૂર્વ,...

શ્રી રાહુ અષ્ટોત્તર શતનામાવલી (રાહુના ૧૦૮ નામ)

૧. ૐ રાહવે નમઃ ૨. ૐ સૈંહિકેયાય નમઃ ૩. ૐ વિધુન્તુદાય નમઃ ૪. ૐ સુરશત્રવે નમઃ ૫. ૐ તમસે નમઃ ૬. ૐ ફણિને નમઃ ૭. ૐ ગાર્ગ્યનયાય નમઃ ૮. ૐ સુરાપિને નમઃ ૯. ૐ નીલજીમૂતસંકાશાય નમઃ ૧૦. ૐ ચતુર્ભુજાય નમઃ ૧૧. ૐ ખડ્ગખેટકધારિણે નમઃ  ૧૨. ૐ વરદાયકહસ્તકાય નમઃ ૧૩. ૐ શૂલાયુધાય નમઃ ૧૪. ૐ મેઘવર્ણાય નમઃ ૧૫. ૐ કૃષ્ણધ્વજપતાકાવતે નમઃ ૧૬. ૐ દક્ષિણાશામુખરથાય નમઃ ૧૭. ૐ તીક્ષ્ણદંષ્ટ્રકરાલકાય નમઃ ૧૮. ૐ શૂર્પાકારસંસ્થાય નમઃ ૧૯. ૐ ગોમેદાભરણપ્રિયાય નમઃ ૨૦. ૐ માષપ્રિયાય નમઃ ૨૧. ૐ કશ્યપર્ષિનન્દનાય નમઃ ૨૨. ૐ ભુજગેશ્વરાય નમઃ ૨૩. ૐ ઉલ્કાપાતયિત્રે નમઃ ૨૪. ૐ શૂલિને નમઃ ૨૫. ૐ નિધિપાય નમઃ ૨૬. ૐ કૃષ્ણસર્પરાજે નમઃ ૨૭. ૐ વિષજ્વલાવૃતાસ્યાય અર્ધશરીરાય નમઃ ૨૮. ૐ શાત્રવપ્રદાય નમઃ ૨૯. ૐ રવીન્દુભીકરાય નમઃ ૩૦. ૐ છાયાસ્વરૂપિણે નમઃ ૩૧. ૐ કઠિનાંગકાય નમઃ ૩૨. ૐ દ્વિષચ્ચક્રચ્છેદકાય નમઃ ૩૩. ૐ કરાલાસ્યાય નમઃ ૩૪. ૐ ભયંકરાય નમઃ ૩૫. ૐ ક્રૂરકર્મણે નમઃ ૩૬. ૐ તમોરૂપાય નમઃ ૩૭. ૐ શ્યામાત્મને નમઃ ૩૮. ૐ ...

સૂર્ય અને શનિનો સંબંધ

સૂર્ય એ રાજા છે, તો શનિ એ દાસ છે. સૂર્ય પ્રકાશ છે, શનિ અંધકાર છે. સૂર્ય ગરમ છે, શનિ ઠંડો છે. સૂર્ય તેજસ્વી અને ચળકાટથી ભરેલો છે, શનિ નિસ્તેજ છે. સૂર્ય જીવન છે, શનિ મૃત્યુ છે. સૂર્ય અહંકારને પોષનારો છે, શનિ નમ્રતાને ચાહનારો છે. સૂર્ય વ્યક્તિગતતાનો કારક છે, શનિ જનતાનો કારક છે. સૂર્ય ઉતરાયણમાં બળવાન બને છે, શનિ દક્ષિણાયનમાં બળવાન બને છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે અને તુલા રાશિમાં નીચનો થાય છે, શનિ મેષ રાશિમાં નીચનો થાય છે અને તુલા રાશિમાં ઉચ્ચનો થાય છે. પરસ્પર વિપરીત ગુણો અને પ્રકૃતિ ધરાવતા આ બે ગ્રહો જયારે કુંડળીમાં કોઈ પ્રકારે સંબંધ કરે છે ત્યારે જીવન મુરઝાયેલું બની જાય છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પિતા અને પુત્રનો સંબંધ હોવા છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા છે. પ્રકાશ અને અંધકાર ક્યારેય એક જગ્યાએ એક સાથે રહી શકે નહિ. કુંડળીમાં જયારે સૂર્ય અને શનિ યુતિ, પ્રતિયુતિ, કેન્દ્રયોગ કે દ્રષ્ટિયોગથી સંબંધમાં રહેલા હોય ત્યારે જીવન સંઘર્ષમય બની જાય છે. આત્મા સતત બંધન અને જવાબદારીનો અનુભવ કરે છે. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તે માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. સફળતાની સીડી ચઢવામાં ...

શ્રી શનિ અષ્ટોત્તર શતનામાવલી (શનિના ૧૦૮ નામ)

૧. ૐ શનૈશ્ચરાય નમઃ ૨. ૐ શાન્તાય નમઃ ૩. ૐ સર્વાભીષ્ટપ્રદાયિને નમઃ ૪. ૐ શરણ્યાય નમઃ ૫. ૐ વરેણ્યાય નમઃ ૬. ૐ સર્વેશાય નમઃ ૭. ૐ સૌમ્યાય નમઃ ૮. ૐ સુરવન્દ્યાય નમઃ ૯. ૐ સુરલોકવિહારિણે નમઃ ૧૦. ૐ સુખાસનોપવિષ્ટાય નમઃ ૧૧. ૐ સુન્દરાય નમઃ ૧૨. ૐ ઘનાય નમઃ ૧૩. ૐ ઘનરૂપાય નમઃ ૧૪. ૐ ઘનાભરણધારિણે નમઃ ૧૫. ૐ ઘનસારવિલેપાય નમઃ ૧૬. ૐ ખદ્યોતાય નમઃ ૧૭. ૐ મન્દાય નમઃ ૧૮. ૐ મન્દચેષ્ટાય નમઃ ૧૯. ૐ મહનીયગુણાત્મને નમઃ ૨૦. ૐ મર્ત્યપાવનપદાય નમઃ ૨૧. ૐ મહેશાય નમઃ ૨૨. ૐ છાયાપુત્રાય નમઃ ૨૩. ૐ શર્વાય નમઃ ૨૪. ૐ શતતૂણીરધારિણે નમઃ ૨૫. ૐ ચરસ્થિરસ્વભાવાય નમઃ ૨૬. ૐ અચંચલાય નમઃ ૨૭. ૐ નીલવર્ણાય નમઃ ૨૮. ૐ નિત્યાય નમઃ ૨૯. ૐ નીલાંજનનિભાય નમઃ ૩૦. ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ૩૧. ૐ નિશ્ચલાય નમઃ ૩૨. ૐ વેદ્યાય નમઃ ૩૩. ૐ વિધિરૂપાય નમઃ ૩૪. ૐ વિરોધાધારભૂમયે નમઃ ૩૫. ૐ ભેદાસ્પદસ્વભાવાય નમઃ ૩૬. ૐ વજ્રદેહાય નમઃ ૩૭. ૐ વૈરાગ્યદાય નમઃ ૩૮. ૐ વીરાય નમઃ ૩૯. ૐ વીતરોગભયાય નમઃ ૪૦. ૐ વિપત્પરમ્પરેશાય નમઃ ...