આકાશ પરિચય
પૃથ્વી અને બાકીનાં ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે છે. વિજ્ઞાનની આ પરિભાષાને Heliocentric model કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે અને સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ પરિકલ્પનાને Geocentric model કહેવામાં આવે છે. જ્યોતિષને સમજવાં માટે ભારતીય જ્યોતિષની આ પરિકલ્પના સમજવી જરૂરી છે. પૃથ્વી પોતાની ધરી પર સતત ભમરડાંની જેમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી રહે છે અને ૨૪ કલાકની અંદર પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાને લીધે પૃથ્વી પરથી જોનારને સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમી જતો દેખાય છે. આપણે ટ્રેનમાં બેઠાં હોઇએ અને જે રીતે બહાર માર્ગ પર સ્થિર ઉભેલાં વૃક્ષો ટ્રેનની વિરૂધ્ધ દિશામાં જતાં દેખાય છે તે જ રીતે પૃથ્વી પરથી નિરિક્ષણ કરતાં સૂર્ય અને બીજાં સ્થિર તારાઓ પૃથ્વીનાં ભ્રમણની વિરૂધ્ધ દિશા એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં દેખાય છે. આકાશમાં જુદાં-જુદાં સ્થિર તારક વૃંદો રહેલાં છે. તારાઓના આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઇ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પરથી બાર ...